- પ્રજાસત્તાક દિવસે વાઘા અટારી બોર્ડર પર યોજાતી બીટિંગ રિટ્રીટ સમારોહ નહીં યોજાય
- સામાન્ય જનતાના પ્રવેશ પર પણ પ્રતિબંધ
- બીટિંગ રિટ્રીટની શરૂઆત 1959માં અટારી વાઘા બોર્ડર પર સદ્દભાવનાના સ્વરૂપે કરાઇ હતી
નવી દિલ્હી : બોર્ડર સિક્યુરિટી ફોર્સ(BSF)ના સુત્રો તરફથી મળતી માહિતી અનુસાર કોરોના વાઇરસના સંક્રમણને કારણે ચાલુ વર્ષે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે વાઘા અટારી બોર્ડર પર યોજાતી બીટિંગ રિટ્રીટ સમારોહનું આયોજન કરવામાં આવશે નહીં. આ સાથે BSFના સુત્રોના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે ગણતંત્ર દિવસે વાઘા અટારી બોર્ડર પર કોઇ સંયુક્ત કે એકિકૃત પરેડનું આયોજન કરવામાં આવશે નહીં. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે સામાન્ય જનતાના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
બીટિંગ રિટ્રીટની શરૂઆત 1959માં અટારી વાઘા બોર્ડર પર સદ્દભાવનાના સ્વરૂપે કર
ધ્વજ વંદનના દૈનિક કાર્યક્રમ રાબેતા મુજબ યોજવામાં આવશે. ગત વર્ષે સમારોહમાં કોઇ પણ પ્રક્ષકોને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. BSFના 16 જવાનો સાથે આ સમારોહનું આયોજન કર્યું હતું. બીટિંગ રિટ્રીટની શરૂઆત 1959માં અટારી વાઘા બોર્ડર પર સદ્દભાવનાના સ્વરૂપે કરવામાં આવી હતી. બોર્ડર પર ધ્વજ વંદનનો કાર્યક્રમએ એક દૈનિક સેના અભ્યાસ છે. જે ગત 60 વર્ષોથી ભારત અને પાકિસ્તાનની સેના જવાનો દ્વારા કરવામાં આવી રહ્યો છે.