એક વકીલ દ્વારા દાખલ અરજી પર સુનાવણી કરતા મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયે મદુર પીઠને કેન્દ્ર સરકારને ભારતમાં આ એપને ડાઉનલોડ કરવા પર પ્રતિબંધ લગાડવા આદેશ આપ્યો હતો. આ સાથે જ મીડિયાને પણ આ એપ દ્વારા કોઇ પણ પ્રસારણ ન કરવા આદેશ આપ્યો હતો.
આ અગાઉ તમિલનાડુના માહિતી ટેકનોલોજી પ્રધાન એમ માનિકાંદનએ કહ્યું કે રાજ્ય આ એપ પર પ્રતિબંધ મુકવા માટે કેન્દ્ર સરકારને પત્ર દ્વારા રજૂઆત કરશે. ટીક ટોક યૂજર્સને શોર્ટ વીડિયો શૂટ કરવા તથા તેને અન્ય લોકો સાથે શેયર કરવાની સુવિધા આપે છે.