ચારધામમાંથી ત્રણ ધામનાં દરવાજા બંધ થયા પછી બદરીનાથના દરવાજા રવિવારે એટલે કે, 17 નવેમ્બરે કર્ક રાશીમાં 5 વાગીને 13 મિનીટે બંધ કરવામાં આવશે. દરવાજા બંધ કરવાની વિધિ 13 નવેમ્બરે શરૂ થઈ હતી.
દશેરાના દિવસે બદરીનાથના પરિક્રમા પ્રાંગણમાં આચાર્ય બ્રાહ્મણની હાજરીમાં બદરીનાથના મુખ્ય પુજારી (રાવલ) ઈશ્વરીય પ્રસાદ નંબૂદરીએ ધામના દરવાજા બંધ કરવાનું મુહુર્તની તારીખ નક્કી કરી હતી.
![badrinath dham door will closed on 17 november](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5089462_badri123.jpg)
બદરીનાથ ધામની પાંચ પૂજા
- 13 નવેમ્બરની સવારે: શ્રી ગણેશજીની પૂજા આરાધના અને મોડી સાંજે ભગવાન ગણેશજીના દરવાજા બંધ કરવામાં આવ્યા.
- 14 નવેમ્બરના દિવસે મંદિરમાં પ્રસાદ ચડાવ્યા બાદ રાવલ ઈશ્વરીય પ્રસાદ નંબૂદરીએ પૂજા-અર્ચના કર્યો બાદ ભગવાન આદિ કેદારેશ્વરનાં અન્નકૂટનો ભોગ ધર્યો હતો. આરતી અને દીપ પ્રાગટ્ય બાદ બપોરે 2 વાગે આદિકેદારેશ્વર અને આદિ ગુરૂ શંકરાચાર્ય મંદિરના દરવાજા શિયાળા માટે બંધ કરાયા હતા.
- 15 નવેમ્બર ધાર્મિક ગ્રંથોના પુસ્તકોની પૂજા બાદ મોડી સંધ્યાએ બદરીનાથ ધામમાં વેદની ઋચાઓનું પઠન બંધ કર્યું હતું.
- 16 નવેમ્બર રાવલ ઈશ્વરીય પ્રસાદ નંબૂદરી દ્વારા બદ્રીવિશાલને પ્રસાદ ચડાવ્યા બાદ પૂજા-અર્ચના કરી માઁ લક્ષ્મીને આમંત્રણ આપ્યું હતું.
- 17 નવેમ્બર પરોઢિયે રાવલજી સ્ત્રી વેશ ધરી ભગવાનને શ્રૃંગાર કરી માઁ લક્ષ્મીનાં સાનિધ્યમાં બેસાડવામાં આવશે.
- સાંજે પાંચ વાગ્યા બાદ ભગવાન બદ્રી વિશાલનાં ગરમ શાલ ઓઢાડીને રાવલજી દ્વારા બંધ કરવાની વિધિ સાથે ભગવાન બદરીનાથનાં દરવાજા શિયાળા માટે બંધ રહેશે.
- 18 નવેમ્બરે શ્રી ઉદ્ધવજી અને શ્રી કુબેરજીના પાંડુકેશ્વર તથા આદિ ગુરૂ શંકરાચાર્યજીની ગાદીને નરસિંહ મંદિરમાં લાવવામાં આવશે. જ્યાં રાત્રી વિશ્રામ, યોગ, ધ્યાન બદ્રી પાંડુકેશ્વરમાં કરવામાં આવશે.
- 19 નવેમ્બરના રોજ આદિ ગુરુ શંકરાચાર્યની ગાદી સાથે રાવલજી પાંડુકેશ્વરથી નરસિંહ મંદિર, જોશીમઠ પધારશે.ભગવાન બદ્રીનાથના મંદિરને ફુલોથી શણગાર્યું, આજે દરવાજા બંધ થશે
દરવાજા બંધ કરતા પહેલાં મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, 2019ની યાત્રા સિઝનમાં, કુલ 11 લાખ 80 હજાર 420 ભક્તોએ 15 નવેમ્બર સુધી બદરીનાથ મંદિરના દર્શન કર્યા હતા, જેને અત્યાર સુધીના તમામ રેકોર્ડને તોડી નાખ્યા છે. દરવાજા બંધ ન થાય ત્યાં સુધી આંકડા વધવાના જ છે. બદરીનાથ પહેલા અન્ય ત્રણ ધામના દરવાજા બંધ થઈ ચુક્યા છે. દરવાજા બંધ થતાં 29 ઓક્ટોબરે કુલ 10 લાખ 21 યાત્રાળુઓ કેદારનાથના દર્શનાર્થે આવ્યા હતા. 29 ઓક્ટોબર ભાઈબીજના દિવસે યમુનોત્રી ધામના દરવાજા પણ બંધ કરાયા હતા. આ વર્ષે કુલ 4 લાખ 65 હજાર 534 શ્રદ્ધાળુઓ યમુનોત્રીના દર્શન સ્થાને આવ્યા હતા. તે જ સમયે, ગંગોત્રી ધામના દરવાજા 28 ઓક્ટોબરે અન્નકૂટ ઉત્સવમાં દિવાળીના બીજા દિવસે બંધ કરવામાં આવ્યા હતા. 5 લાખ 30 હજાર 334 યાત્રાળું ગંગોત્રી ધામના દર્શન કર્યા હતા.