ચારધામની યાત્રામાં બદ્રીનાથ ધામ સૌથી પ્રસિદ્ધ છે. આ મંદિર હિન્દુઓની આસ્થાનું મોટું કેન્દ્ર છે. ઉત્તરાખંડમાં અલકનંદા નદીના કિનારે વસેલું આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. કપાટ ખોલવાના અગાઉ ગર્ભ ગૃહની સફાઇ કરવામાં આવે છે. જે બાદ ભગવાન શિવને જલાભિષેક કરવામાં આવે છે. આ અવસરના સાક્ષી બનવા 15 હજારથી વધુ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહશે.બાબા કેદારનાથના મુખ્ય મંદીરને હજારો ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું છે.
જણાવી દઇએ કે અક્ષય તૃતીયાના પાવન પર્વ પર ગંગોત્રી તથા યમુનોત્રી ધામના કપાટ ખુલી ગયા છે.તો શુક્રવારે બદ્રીનાથના કપાટ પણ ભક્તો માટે ખોલી દીધા છે.
-
#WATCH Uttarakhand: Portals of the Kedarnath temple open for pilgrims after a period of six months. pic.twitter.com/FN39K3LXFL
— ANI (@ANI) 9 May 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH Uttarakhand: Portals of the Kedarnath temple open for pilgrims after a period of six months. pic.twitter.com/FN39K3LXFL
— ANI (@ANI) 9 May 2019#WATCH Uttarakhand: Portals of the Kedarnath temple open for pilgrims after a period of six months. pic.twitter.com/FN39K3LXFL
— ANI (@ANI) 9 May 2019
દેશ-વિદેશના લાખો-કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમા કેદારનાથ ધામના કપાટ ખુલતાની સાથે જ બાબાની એક ઝલક નિહાળવાની ભક્તોની આતુરતાનો અંત આવ્યો છે. બાબા કેદારનાથના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે.