નવી દિલ્હી : દિલ્હીના કનોટ પ્લેસમાં જીવન ભારતી બિલ્ડિંગમાં આયુષમાન ભારતની ઓફિસમાં સ્ટાફના એક સભ્યને કોરોના પોઝિટિવ આવવાથી ઓફિસને બંધ કરવામાં આવી છે. આ મામલો લગભગ એક સપ્તાહ પહેલાનો છે.
![ayushman bharat office seal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/dl-sd-01-ayushmanbharatofficesealed-vis-dlc10030_20042020204601_2004f_1587395761_403.jpg)
આયુષમાન ભારતની ઓફિસમાં એક કર્મચારીને કોરોના પોઝિટિવ આવવાથી તેની સાથે કામ કરતાં બીજા 25 કર્મચારીઓને ક્વૉરન્ટીનમાં મોકલવામાં આવ્યા છે. 9 એપ્રિલ સુધી આ કર્મચારી ઓફિસ આવ્યો હતો.