સુનાવણીના અંતિમ દિવસે સુપ્રીમ કોર્ટમાં હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષો વચ્ચે દલીલો થઈ હતી. મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને એક પિક્ટોરિયલ મેપને ફાડી નાખ્યો હતો. જેને અખિલ ભારતીય હિન્દુ મહાસભાના એક વરિષ્ઠ વકિલ દ્વારા ભગવાન રામના જન્મસ્થળ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો.
હિન્દુ મહાસભાના વકીલ વરુણ સિન્હાએ આશા વ્યક્ત કરી કે, 23 દિવસમાં આ કેસનો ચૂકાદો આવી જશે અને બધા પક્ષોને માન્ય રહેશે.
આ પણ વાંચો...અયોધ્યા વિવાદના ઘટનાક્રમ પર એક નજર..
રાજીવ ધવને કોર્ટમાં કહ્યું કે, સલ્તનતની શરુઆત 1206માં થઈ હતી અને જાતિ આધારિત સમાજમાં ઈસ્લામ લોકો માટે આકર્ષક વિશ્વાસ હતો.
બીજી તરફથી ધવને કહ્યું કે, મુસ્લિમ પાર્ટી બાબરી મસ્જિદનું નિર્માણ કરવા માગે છે. જે 5 ડિસેમ્બર 1992માં ઉભી થઇ હતી.
સુપ્રીમ કોર્ટે બંને પક્ષોના વકીલોને આ મામલામાં મોલ્ડિંગ ઓફ રિલીફ પર લિખિત દલીલ દાખલ કરવામાં માટે કહ્યું હતું.