ચૈન્નઇ: તમિલનાડુમાં કુડ્ડાલોરની પાસે પનરુતીમાં ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખા ખોલવાના 19 વર્ષીય વ્યક્તિના કથિત પ્રયાસને નિષ્ફળ કરવામાં આવ્યો છે અને ફ્રોડના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે.
તે વ્યક્તિ એસબીઆઇના એક સેવાનિવૃત કર્મચારીનો પુત્ર છે. તેમણે સાર્વજનિક વિસ્તારની આ બેન્કની નકલી મોહર અને ચલાણ તૈયાર કર્યા હતા. આ સાથે જ તેમણે અહીંથી લગભગ 25 કિલોમીટર દૂર પનરુતી સ્થિત પોતાના આવાસ પર ઉપરના માળે બેન્ક શાખા ચલાવવા માટે રોકડ ગણતી મશીન વગેરે પણ એકત્રિત કરી હતી. જો કે, તેને કોઇ બોર્ડ લગાવ્યો ન હતો.
એસબીઆઇ પનરુતી શાખાના પ્રબંધકે આ સંબંધે પોલીસમાં એક ફરીયાદ દાખલ કરી હતી અને કાર્યવાહીનો અનુરોધ કર્યો હતો. એક ગ્રાહકે શાખા પ્રબંધકને જણાવ્યું હતું કે, આ વ્યક્તિ એસબીઆઇની એક શાખા ખોલી રહ્યો છે અને તેની પાસે ચલાણ પણ છે.
પૂછપરછ બાદ વ્યક્તિને બનાવટી અને ખોટો મોહર રાખવા માટે ધરપકડ કરવામા આવી છે.
ચલાણનું મુદ્રણ કરનારા એક પ્રિન્ટર અને નકલી મોહર બનાવનારો એક અન્ય વ્યક્તિને પણ પકડવામાં આવ્યું છે. બંનેને એક મજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમને જામીન પણ મળી ગયા છે.
પનરુતીના પોલીસ નિરીક્ષક કે. આંબેડકરે કહ્યું કે, ના, અમને હજૂ સુધી કોઇ પણ ફરીયાદ મળી નથી.
આંબેડકરે જણાવ્યું કે, તે વ્યક્તિના દિવંગત પિતાએ એસબીઆઇ માટે કામ કર્યું હતું અને તેમની માતા પણ આ બેન્કથી અમુક સમય પહેલા સેવાનિવૃતિ થઇ છે.
આ તપાસમાં જાણવા મળ્યું છે કે, એક બેન્ક માટે કામ કરવા ઇચ્છતો હતો અને તેને લાંબા સમયથી બેન્કિંગ કાર્યોને નજીકથી જોયા હતા તેથી તેના વિશે ખૂબ જ માહિતી હતી.