આ ઘટના બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી. ગોળી વાગતા તુરંત જ કમલેશ તિવારીને ટ્રોમા સેન્ટરમાં ભરતી કરાયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યાં અનુસાર બે અજાણ્યા શખ્સો કાર્યાલયમાં પહોંચ્યા હતા. જેમાં એક વ્યક્તિ મીઠાઈના ડબ્બામાં ચાક્કુ છુપાવીને લઈ ગયો હતો, ત્યારે બીજા એકે કમલેશ તિવારી પર ચાકુ વડે ગળા પર ઘા કરી દીધો હતો. ત્યારબાદ ગોળી મારી દીધી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, તિવારી લાંબા સમયથી તંત્ર પાસે સુરક્ષા વધારાવાની માગ કરી રહ્યા હતા. જો કે, કમલેશ તિવારી વાતને પોલીસે ગંભીરતાથી લીધી ન્હોતી.