પૂર્વ વડાપ્રધાન રહેલા અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા રહેલા અટલ બિહારી વાજપેયીની આજે પ્રથમ પુણ્યતિથી છે. દેશના અનેક મોટા નેતાઓ તેમના આજે શ્રદ્ધાંજલિ આપવામાં દિલ્હી પહોંચી રહ્યા છે.
નવી દિલ્હી સ્થિત તેમના સ્મૃતિ સ્થળ સદૈવ અટલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ જેવા અનેક મોટા દિગ્ગજો શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા છે.
લાંબા સમયથી બિમાર રહ્યા બાદ અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટ 2018ના રોજ તેમનું નિધન થયું હતું.
પૂર્વ વડાપ્રધાનના નિધન બાદ ભાજપે દેશની 100 અલગ અલગ નદીમાં તેમના અસ્થિઓનું વિસર્જન કર્યું હતું. પોતાની આગવી શૈલીમાં કવિતા અને ભાષણોથી રાજનેતાઓ અને દેશની જનતામાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરનારા અટલ બિહારી વાજપેયી ભાજપના સંસ્થાપકોમાં મુખ્ય ભૂમિકામાં હતા.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને 2014માં સર્વોચ્ચ સન્માન 'ભારત રત્ન'થી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેઓ પ્રથમ વાર 1996માં વડાપ્રધાન બન્યા હતાં. જ્યાં ફક્ત તેમની સરકાર માત્ર 13 દિવસ ચાલી હતી. 1998માં તેઓ ફરી એક વાર વડાપ્રધાન બન્યા હતાં. ત્યારે પણ તેમની સરકાર માત્ર 13 મહિના જ ચાલી હતી. 1999માં ત્રીજી વાર વડાપ્રધાન બન્યા અને 5 વર્ષ સુધી સરાકર ચલાવી હતી. 2004 બાદ તબિયત ખરાબ થવાના કારણે તેમણએ રાજનીતિમાંથી સંન્યાસ લીધો હતો.