ETV Bharat / bharat

સંયુક્ત રાષ્ટ્રને કારણે આજે વિશ્વ વધુ સારી જગ્યાએ છે: વડાપ્રધાન મોદી

author img

By

Published : Sep 22, 2020, 6:34 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની 75 મી વર્ષગાંઠ નિમિતે સોમવારે મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં પોતાનું સંબોધન આપ્યું હતું.

મોદી
મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની 75 મી વર્ષગાંઠ નિમિતે સોમવારે મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં પોતાનું સંબોધન આપ્યું હતું. આ સમય દરમિયાન વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે 75 વર્ષ પહેલા યુદ્ધની ભયાનકતાઓએ નવી આશા ઉભી કરી હતી. માનવ ઇતિહાસમાં પહેલીવાર, સમગ્ર વિશ્વ માટે એક સંસ્થા બનાવવામાં આવી.

સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરના સ્થાપક સહી કરનાર તરીકે ભારત તે મહાન દ્રષ્ટિનો એક ભાગ હતો. તેમણે કહ્યું કે આ 'વસુધૈવ કુટુંબકમ'નું પ્રતિબિંબિત છે, જે સૃષ્ટિને એક પરિવાર તરીકે જુએ છે. પીએમ મોદીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રને કારણે આજે આપણી દુનિયા એક સારી જગ્યાએ છે.

તેમણે વધુમાં કહ્યું અમે તે બધાને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જેમણે શાંતિ અને વિકાસ માટે કામ કર્યું હતું અને સંયુક્ત રાષ્ટ્રના ધ્વજ હેઠળ પોતાનો ફાળો આપ્યો હતો. જેમાં ભારતે અગ્રણી બનીને ફાળો આપ્યો છે.

વડાપ્રધાને તેના સંબોધનમાં આગળ કહ્યું આજે અમે જે ઘોષણાઓ અથવા ક્રિયાઓ કરીએ છીએ તે સ્વીકારવામાં આવી રહી છે. જોકે, સંઘર્ષ અટકાવવા, વિકાસની ખાતરી, જલવાયુ પરિવર્તન, અસમાનતા ઘટાડવા અને ડિજિટલ ટેકનોલોજીનો લાભ જેવા મુદ્દાઓ પર હજી વધુ કામ કરવાની જરૂર છે.

તેમણે કહ્યું કે આ ઘોષણાઓ અને ક્રિયાઓ અંતર્ગત યુ.એન. માં પણ સુધારણા કરવાની જરૂર છે. આપણે આજના પડકારો જૂની સંરચનાઓથી લડી શકતા નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.