ETV Bharat / bharat

શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શનિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

જાણો તમારૂ રાશિફળ
જાણો તમારૂ રાશિફળ
author img

By

Published : Jan 2, 2021, 6:32 AM IST

મેષ:આજે આપ અતિશય સંવેદનશીલતા અનુભવશો. પરિણામે કોઇક દ્વારા આપની લાગણીને ઠેસ પહોંચવાનો પ્રસંગ ઉપસ્થિત થાય. આવી સ્થિતિમાં તમે પોતાનું વલણ નિષ્પક્ષ રાખશો અને દરેક બાબતને બીજાના દૃશ્ટિકોણથી પણ જોવાનો પ્રયાસ કરશો તો ઘણી બાબતે સ્પષ્ટતા આવશે. આજે આપને માતાને ખુશ રાખવાના વધુ પ્રયાસ કરવાની સલાહ છે. મકાનો કે જમીન અંગેના દસ્‍તાવેજો આજે ન કરવા. માનસિક વ્‍યગ્રતાને દૂર કરવા આધ્યાત્મિકતા યોગને સહારો લેવો. સ્‍ત્રીવર્ગ અને પાણીથી બચવાની સલાહ આપવામાં આવે છે. વિદ્યાભ્‍યાસ માટે સમય મધ્‍યમ છે. નિકટના લોકોના કાર્યમાં ઇચ્‍છા- અનિચ્‍છાએ જોડાવું પડે.

વૃષભ:આજે આપને વધુ પડતા સંવેદનશીલ અને લાગણીભર્યા વિચારો આવે જેના કારણે આપનું મન આર્દ્ર થઇ જાય. અન્‍ય તરફ આપનું વલણ પણ લાગણીશીલ રહે. કામકાજમાં અને નિર્ણય લેવામાં વધુ વ્યવહારુ અને તટસ્થ વલણ અપનાવવાની સલાહ છે. આજે આપ ચિંતા છોડીને સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધશો તો ઘણા કાર્યો સરળતાથી પાર પાડી શકશો. આપ કલ્‍પનાશક્તિથી સર્જનાત્‍મક કાર્યો કરી શકશો. પરિવારજનો કે મિત્રો સાથે મિષ્‍ટભોજન આરોગવા મળે. કોઇ આકસ્મિક કારણસર પ્રવાસ કરવો પડે. નાણાકીય બાબતો ધ્‍યાનમાં લઇ તે અંગે આયોજન કરી શકો.

મિથુન:આજે સ્‍નેહીજનો અને મિત્રો સાથે મુલાકાતથી આપને આનંદ થાય. આર્થિક આયોજનો પાર પાડવામાં આપને પહેલાં થોડીક મુશ્‍કેલીઓ જણાશે પરંતુ ત્‍યારબાદ આપ સરળતાથી આયોજનો પાર પાડી શકો. આપના જરૂરી કાર્યો પણ શરૂઆતમાં વિલંબ થયા બાદ સુપેરે પાર પડતા નિરાંતની લાગણી અનુભવો. નોકરી ધંધામાં સાનુકૂળ વાતાવરણ રહે અને સહકર્મચારીઓનો સાથ સહકાર સાંપડે.

કર્ક:આજે આપના મનમાં લાગણી અને ભાવનાઓના ઘોડાપુર ઉમટશે અને તેના પ્રવાહમાં તમે રહેશો. દોસ્‍તો, સ્‍વજનો અને સગાંવ્‍હાલા તરફથી ભેટ સોગાદો અને તેમની સાથે મુલાકાતથી આપનું મન પુલકિત થઇ જશે. સાથે સાથે નિરામય આરોગ્‍યથી સોનામાં સુગંધ ભળશે. એટલે આપ સમગ્ર દિવસ ખૂબ આનંદમાં વિતાવવો. પ્રવાસ પર્યટન સુંદર ભોજન અને પ્રિયજનના સંગાથથી આપ રોમાંચિત રહેશો. પત્‍નીના સંગથી મન પ્રસન્‍ન રહેશે.

સિંહ:વધુ પડતી લાગણીશીલતામાં રહેવાના બદલે આજે આપને દરેક કાર્ય શાંતિથી અને ધીરજથી ઉકેલવાની સલાહ છે. નિર્ણય લેતી વખતે દરેક બાબતો પર વિચાર કરવાની સલાહ છે. શક્ય હોય ત્યાં સુધી બીજા સાથે વાણી અને વર્તનમાં સૌમ્ય રહેવું. સ્‍ત્રી વર્ગથી આજે સાવધાનીપૂર્વક રહેવું. ઉગ્ર દલીલો કે ચર્ચાવિવાદથી બચવું. કોર્ટ કચેરીના મામલામાં સાવધાનીપૂર્વક આગળ વધવું. આંખોમાં પીડા થવાની સંભાવના છે. વર્તનમાં સંયમ અને વિવેક રાખવો. ગેરસમજ ટાળવી. ખર્ચનું પ્રમાણ આજે વધારે રહેશે.

કન્યા:આપનો આજનો દિવસ અત્‍યંત આનંદ ઉલ્‍લાસમાં પસાર થશે. આજે વિવિધ ક્ષેત્રે આપને લાભ મળે. આમાં સ્‍ત્રી મિત્રોની ભૂમિકા મહત્ત્વની રહેશે. ‍ પ્રિયપાત્ર સાથે મિલન આનંદદાયક રહેશે. મિત્રો સાથે સુંદર મનોહર સ્‍થળે પર્યટનનું આયોજન કરશો. વેપાર અર્થે પણ પ્રવાસનું આયોજન થાય. સંતાનોના શુભ સમાચાર મળે.

તુલા:આજનો દિવસ આપના માટે શુભ છે. નોકરી અને વ્‍યવસાયના ક્ષેત્રે આપના માટે અનુકૂળ વાતાવરણ રહેશે. ઉપરી અધિકારીઓ સાથે આપ અગત્‍યની ચર્ચા કરો. તેમના તરફથી પ્રોત્‍સાહન મળશે. નોકરીમાં આપનો હોદ્દો વધે તેવી શક્યતા છે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. ગૃહસ્‍થજીવનમાં આનંદ ઉલ્‍લાસનું વાતાવરણ છવાયેલું રહેશે. માતા તરફથી લાભની પ્રાપ્તિ થાય. સરકારી કાર્યોમાં સફળતા મળે.

વૃશ્ચિક:આજે આપનો નોકરી વ્‍યવસાયના સ્‍થળે સાચવીને કામ કરવાની સલાહ છે. ઉપરી ‍અધિકારીઓ તરફથી આપની અપેક્ષા પ્રમાણે સહકાર ના મળે તો તેમના માટે તમારા મનમાં નકારાત્‍મક પૂર્વધારણા બાંધવી નહીં કારણ તે તેઓ ભવિષ્યમાં તો તમને મદદ કરવાના જ છે. વેપારીઓને વ્‍યવસાયમાં સ્પર્ધાનું પ્રમાણ વધુ અનુભવાશે. શરીરમાં થોડીક આળસ ચિંતા રહે પરંતુ જો મેડિટેશન સાથે થોડો આત્મવિશ્વાસ કેળવશો તો ખરેખર સફળતાની શક્યતા છે. સંતાનો સાથે કોઈપણ બાબતે શાંતિથી વાત કરવી. રાજકીય મુશ્‍કેલીઓ ઉભી થાય. ધન ખર્ચની તૈયારી રાખવી પડશે. નાના પ્રવાસની શક્યતા છે.

ધન:આજે કોઇપણ નવા કાર્યની શરૂઆત ન કરવાની સલાહ આપવામાં આવે છે. રોગોપચારની શરૂઆત પણ ન કરવી. વાણી અને વર્તન પર સંયમ રાખવો. અતિસંવેદનશીલતા આપના મનને વ્‍યથિત બનાવે માટે વ્યવહારુ અભિગમ રાખવાની ખાસ સલાહ છે. તબિયત પણ થોડી સંભાળવી જરૂરી છે. ધનખર્ચ વધે. અનૈતિક સંબંધો અને નિષેધાત્‍મક કાર્યોથી દૂર રહેવું. મુસાફરી ન કરવી. ઇશ્વર આરાધના અને યોગધ્‍યાનથી મન શાંત થાય.

મકર:વિચાર વર્તનમાં ભાવુક્તા વિશેષ પ્રમાણમાં રહે. એમ છતાં આપ પરિવારજનો અને મિત્રો સાથે ખુશખુશાલ દિવસ પસાર કરશો. તનમનમાં સ્‍ફૂર્તિ અને પ્રફુલ્લિતતા રહેશે. વ્‍યવસાયમાં વૃદ્ધિ થાય. દલાલી, વ્‍યાજ, કમિશન દ્વારા આપની આવકમાં વધારો થાય. ભાગીદારીમાં લાભ થાય. જાહેર જીવનમાં આપની માન પ્રતિષ્‍ઠા વધે. મુસાફરી શક્ય બનશે. વિજાતીય વ્‍યક્તિ પરત્‍વે આકર્ષણ થાય.

કુંભ:દિવસ આપના માટે ખુશી અને આનંદદાયક પુરવાર થશે. આપના કાર્યમાં સફળતા અને યશકીર્તિની પ્રાપ્તિ થશે. પરિવાર સાથે સારી રીતે દિવસ પસાર કરશો. નોકરી- વ્‍યવસાયના ક્ષેત્રે આપને સાથી કાર્યકરોનો ખૂબ સહકાર મળશે. ઘરમાં આનંદપૂર્ણ વાતાવરણ રહે. શારીરિક અને માનસિક સ્‍વાસ્‍થ્‍ય જળવાશે. કામની બાબતોમાં ખર્ચ થાય.

મીન:આજે આપની કલમ અને સર્જનશક્તિ વધુ નીખરશે. કલ્‍પનાશક્તિથી આપ સાહિત્‍યની દુનિયામાં વિહરશો. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. પ્રિયપાત્રો એકબીજાની વધુ નિકટ આવશે. સ્‍વભાવમાં ભાવુક્તા વિશેષ પ્રમાણમાં રહે. માનસિક સમતુલા જાળવી રાખવી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.