ETV Bharat / bharat

બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - Daily Horoscope news

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે બુધવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

રાશિફળ
રાશિફળ
author img

By

Published : Sep 16, 2020, 6:33 AM IST

મેષ : આપે ગુસ્સા અને જીદને નિયંત્રણમાં રાખવાની જરૂર છે. શરીર અને મનમાં ઉચાટ અને બેચેની ટાળવા માટે મનપસંદ પ્રવૃત્તિઓ કરવી અને દરેકની સાથે સહકારની ભાવના રાખવી. આપ મહેનત વધારે કરશો પણ જો તે અનુસાર સફળતા ના મળે તો નિરાશ થવું નહીં કારણ કે નજીકના ભવિષ્યમાં તેનો લાભ તો મળશે જ. સંતાનો સંબંધિત કામકાજોમાં વધુ ધ્યાન આપવાની સલાહ છે. પેટને લગતી સમસ્યાઓ સતાવે. પ્રવાસમાં વિલંબ થઈ શકે છે. સરકારી કામકાજમાં સફળતા મળી શકશે.

વૃષભ : આપે આપનું દરેક કામ દૃઢ મનોબળ અને આત્મ વિશ્વાસ સાથે કરવું પડશે અને આપ તેમાં પણ સફળતા મેળવી શકશો. આપ પિતા તરફથી સંપત્તિ મેળવી શકશો. સરકારી કામકાજ અથવા આર્થિક વ્યવહારમાં લાભ થઇ શકે. વિદ્યાર્થીઓ સફળતા મેળવી શકશે. કલાકારો અને ખેલાડીઓ સારી રીતે પોતાની કુશળતા બતાવી શકશે. સંતાનો પાછળ ખર્ચ થવાની શક્યતા છે.

મિથુન : નવા આયોજનો પર કામ શરૂ કરવા માટે સમય સારો છે. વેપારીઓને લાભ થશે અને નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ તેમ સરકાર તરફથી સારો બદલો મળવાની શક્યતા છે. મિત્રો, પાડોશીઓ અને સહોદરો સાથે આનંદની પળો માણી શકશો. ભાગ્યવૃદ્ધિના યોગ છે. ટૂંકો પ્રવાસ પણ થઇ શકશે.

કર્ક : મનમાં ઉદભવતા નકારાત્મક વિચારો જો કાઢી નાખશો તો આજના દિવસમાં તમે ઘણી સમસ્યાઓ ઉભી થતા પહેલા જ નિવારી શકશો. આંખમાં થોડી પીડાની શક્યતા રહે. કુટુંબમાં લોકો સાથે કોઈપણ ચર્ચામાં પોતાની વાત સાચી ઠેરવવાની ઝંખના રાખવી નહીં. કામમાં સંતોષ તો મળે પરંતુ તેનાથી મળતા પરિણામમાં કંઈક ખૂટતું હોય તેવું લાગે. નાણાંનો ખર્ચ થાય. આજે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તરફ આપનું મન દોરવાઈ શકે તેમ હોવાથી સાચવજો. વિદ્યાર્થીઓને ધારી સફળતા મળશે.

સિંહ : આજે આપનો આત્મવિશ્વાસ અને નિર્ણય શક્તિમાં વધુ દૃઢતા જોવા મળશે. વડીલો અને પિતા તરફથી મદદ મેળવી શકશો. જાહેરમાં પ્રતિષ્ઠા વધશે. ગુસ્સામાં વધારો થશે પણ તેના પર આપે અંકુશ રાખવો જોઇએ. માથાની પીડા, પેટની તકલીફો રહ્યા કરે. લગ્નજીવનમાં શાંતિ જળવાશે.

કન્યા : આજે આપના ઘમંડી વલણને કારણે કોઇની સાથે મનદુઃખ થવાની શક્યતા છે માટે વાણી, વર્તન, કમ્યુનિકેશનમાં વિનમ્રતા રાખવી. આપના શરીર અને મનમાં રહેલી ચિંતા ટાળવા માટે શાંતિ અને ધીરજ જાળવજો. મગજ ગરમ રહેતું હોય તો આજના દિવસમાં કંઈપણ નવું કામ કરવાના બદલે યથાસ્થિતિ જાળવવાનો આગ્રહ રાખજો. મિત્રો અને પરિવારજનો સાથે સંબંધોમાં તનાવ ટાળવા માટે તેમને વધુ સમય આપવો. અચાનક નાણાંકીય ખર્ચની શક્યતા પણ નકારી શકાય નહીં. ધાર્મિક કાર્યોમાં રસ લેશો. કાનૂની બાબતો તેમ જ સરકારી અધિકારીઓથી સંભાળવું પડશે.

તુલા : આજે આપને કોઇ શુભ ફળની પ્રાપ્તિ થશે. મિત્રોને મળી શકશો અને તેમની સાથે ઘણો સમય રહેવાનું થાય. પરિવારમાં ખુશીની પળો માણી શકશો. સંતાન અને પત્ની તરફથી સંતોષ અને ખુશી મેળવી શકશો. ધંધામાં વૃદ્ધિ થશે. લગ્નોત્સુકોના લગ્નની સંભાવનાઓ છે. દાંપત્યજીવનમાં સુખશાંતિ અનુભવાય.

વૃશ્ચિક :પારિવારિક જીવન ખરેખર શું છે તે આપ હવે સારી રીતે સમજી શકશો. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. આપના દરેક કામમાં સફળતા મળશે. વેપારમાં સારી તકો સાંપડશે તેમ જ આવકમાં વધારો થઇ શકશે. નોકરીમાં પ્રગતિ થઇ શકશે. આપને વડીલો તેમ જ ઉચ્ચ અધિકારીઓ તરફથી મદદ અને પ્રોત્સાહન મળી રહેશે. આરોગ્ય ફુલગુલાબી રહે. સંતાનો તરફથી સંતોષ મેળવી શકશો.

ધન :આજે આપે સ્વાસ્થ્યની કાળજી લેવી પડશે. આપના કામમાં ઉત્સાહ ઓછો રહેશે અને માનસિક અજંપો રહ્યા કરશે. આ સ્થિતિમાં મુખ્યત્વે વધુ પડતું કામનું ભારણ જવાબદાર હોઈ શકે છે. થોડો આરામ પણ કરવાની સલાહ છે. આપને સંતાનોને લગતા કાર્યોમાં વધુ ધ્યાન આપવું પડશે. નોકરી તેમ જ વ્યવસાયમાં પણ કોઇ સમસ્યા હોય તો બીજાનો સહકાર લઈને ઉકેલવાનો પ્રયાસ કરવો. કોઇ જોખમ હાથ ધરતા પહેલાં વિચારવું જરૂરી છે. વિરોધીઓથી સાચવવું પડશે.

મકર :આજે નકારાત્મક વિચારોને દૂર હડસેલી દેવા હિતાવહ રહેશે. મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા ઠંડા સ્વભાવે કામ લેવું પડશે. ભાગીદારો સાથે મતભેદ ટાળવો. આકસ્મિક પ્રવાસના યોગ છે. અને તેમાં નાણાં ખર્ચાશે. હમણાં નવા સંબંધો બાંધવાનું ટાળજો. ખાવાપીવામાં વિશેષ કાળજી લેવાની જરૂર છે,નહીં તો સ્વાસ્થ્ય બગડી શકે છે. સરકારી કામકાજ સારી રીતે પતાવી શકશો. અચાનક આર્થિક લાભ પણ થઇ શકે છે.

કુંભ :આપની આજ આનંદ ઉત્સાહથી ભરપૂર રહેશે. આપના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે અને કામમાં સફળતા મેળવી શકશો. મનમાં ઉત્સાહ અને ઉમંગ હોવાથી મન હળવું રહેશે. વિજાતીય પાત્રોને મળી શકશો અને રોમાન્સની પળો માણી શકશો. ટૂંકી મુસાફરી થાય તેવા યોગ બની રહ્યા છે. સમાજમાં આદર સન્માન મેળવશો. સ્વાદિષ્ટ ભોજન, સુંદર વસ્ત્રાલંકારો અને વાહન સુખ માણી શકશો. ભાગીદારીથી ફાયદો થઇ શકશે.

મીન :દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસને કારણે આપને કામમાં સફળતા મળશે. પરિવારમાં સુખશાંતિ જળવાઇ રહેશે. આપનો ગુસ્સો આપની વાણી અને વર્તનમાં પ્રતિબિંબિત ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. નોકરીમાં આપનો હાથ ઉપર રહેશે. વિરોધી પર વિજય મેળવી શકશો. અસ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધારો જોઈ શકાશે. આપ શારીરિક માનસિક સ્વસ્થતા જાળવી શકશો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.