મેષ : આપના વિચારો સતત બદલાતા રહેતા આપ મુંઝવણમાં રહો તેવી શક્યતા છે.વ્યવસાય કે નોકરીમાં સ્પર્ધાત્મક વાતાવરણ જણાશે.પણ આપ સફળતાપૂર્વક તેમાંથી બહાર આવી શકશો.નવું કાર્ય શરૂ કરવાની આપને પ્રેરણા મળશે.આપને ટૂંકો પ્રવાસ થાય તેવી પણ શક્યતા છે. કોઇ બૌદ્ધિક કે સાહિત્ય લેખનને લગતી પ્રવૃત્તિ માટે દિવસ સારો છે.આજે કોઇ મહત્વના નિર્ણયો લેશો નહીં.
વૃષભ : આપનું મન મુંઝવણમાં હોવાને કારણે કોઇ ચોક્કસ નિર્ણય પર પહોંચી શકશે નહીં,આવી સ્થિતિમાં આપ હાથમાં આવેલી તક ગુમાવો નહીં તે માટે જરૂર જણાય ત્યાં બીજાની સલાહ લઈને આગળ વધવું.આપની જીદના કારણે કોઇની સાથે વિવાદ થઇ શકે છે માટે હઠાગ્રહ છોડવો. કલાકારો, લેખકો અને સાહિત્યકારો પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી શકશે.આપની વાણીને કારણે આપના કામમાં પ્રગતિ થશે અને બીજા લોકો તેનાથી પ્રભાવિત થશે.નવુ કાર્ય શરૂ કરવા માટે દિવસ સારો છે.
મિથુન : આજે આપને લાભ થવાની અપેક્ષા છે.દિવસ શરૂ થતા જ આપને સ્ફૂર્તિ અને તાજગી અનુભવાશે.આપ મિત્રો અને સગા વ્હાલાઓ સાથે સ્વાદિષ્ટ ભોજન માણી શકશો.આજે નાણાંકીય લાભની સાથે આપને ભેટ સૌગાદ પણ મળી શકે છે. લગ્ન જીવનમાં સુમેળ જળવાઇ રહેશે.
કર્ક : આપને શારિરીક અને માનસિક રીતે થોડી બેચેની અનુભવાશે. આપની મુંઝવણને કારણે નિર્ણય લેવો ઘણો કઠિન બની જશે માટે બીજાની મદદ લેવી અથવા નિર્ણય લેવાનું ટાળવું. કુટુંબીજનો સાથે મતભેદ ટાળવા માટે મૌન રહેવું અને સમાધાનકારી નીતિ રાખવી. માતાના સ્વાસ્થ્ય માટે તેમની વધુ સેવા કરવાની સલાહ છે.ખર્ચનું પ્રમાણ વધી શકે છે. વિવાદથી દૂર રહેવાની સલાહ છે.
સિંહ : આજે આપને વિવિધ લાભ મળી શકે છે.આપની દ્વિધાપૂર્ણ માનસિકતાને કારણે આપ કોઇ લાભથી વંચિત રહી જાવ તેવી શક્યતા છે.આપને મિત્રો, સ્ત્રીઓ અને વડીલોથી ઘણો લાભ થશે. નોકરી કે વ્યવસાયમાં પદોન્નતિ તેમજ આવકમાં વૃદ્ધિ થઇ શકે છે.આપ આપના જીવનસાથી સાથે નિકટતા અનુભવી શકશો.પરિવારજનોથી પણ લાભ થાય.
કન્યા : નવા કાર્યના આરંભ માટે આપે જે આયોજનો કર્યા હોય તેના અમલીકરણ માટે સમય ઘણો અનુકૂળ છે. ધંધામાં પણ લાભ થવાના યોગ છે. આપ ઉઘરાણીના રૂપિયા મેળવી શકશો.નોકરી કરતા લોકોને બઢતી મળવાના યોગ છે. આપને પિતૃપક્ષથી લાભ થઇ શકે.પરિવારમાં ખુશીનું વાતાવરણ જળવાઇ રહેશે. દાંપત્યજીવન પણ સારું રહેશે. સરકારી કામકાજ સારી રીતે પૂરા થશે અને આજનો દિવસ પણ સારી રીતે પસાર થશે.
તુલા : આજે આપ પ્રવાસ કે કોઇ દેવસ્થાનમાં જાવ તેવી શક્યતા છે. જે લોકો વિદેશ જવા માંગતા હશે તેમના માટે અનુકૂળ સંજોગો ઊભા થશે.આપને બાળકોની તેમજ તબિયતની ચિંતા સતાવે. નોકરીમાં આપ સાથે કામ કરતા લોકો અને ઉચ્ચ અધિકારીઓનો સહકાર નહી મેળવી શકો.આપે કોઇની સાથે દલીલ ન કરવી. ખર્ચ થવાની પણ શક્યતા છે.
વૃશ્ચિક : આજે આપે સાવચેતીપૂર્વક આગળ વધવું પડશે અને મહત્વના કાર્ય આજે હાથ પર ન લો તો સારું.ઉગ્ર સ્વભાવ અને ખરાબ વર્તનને કારણે આપ તકલીફમાં મુકાઇ જાવ તેવી શક્યતા છે.આપને સમયસર ભોજન મળી શકશે નહીં. આપે ખોટી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઇએ.અકસ્માત થવાની પણ શક્યતા છે. ભગવાનનું નામ લેવાથી આપનો અજંપો ઓછો થશે.
ધન : આજનો દિવસ તર્ક અને બુદ્ધિપૂર્વકના વિનિમય માટે ઘણો સારો છે.પ્રવાસ, મનોરંજન, મિત્રો સાથે મુલાકાત,સ્વાદિષ્ટ ભોજન અને વસ્ત્રો, વિજાતીય પાત્રો સાથેની નિકટતા આપને વધુ આનંદિત કરશે.આપને ભાગીદારીથી લાભ થઇ શકે. જીવનસાથી સાથેનો સંબંધ વધુ ગાઢ બનશે.આપનું માન સન્માન વધશે.
મકર : આપના વેપાર ધંધાની વૃદ્ધિ થશે.નાણાંકીય દૃષ્ટિએ આજનો દિવસ ફાયદાકારક નિવડશે અને આર્થિક કામકાજો સારી રીતે પાર પડશે.પરિવારમાં સુખ-શાંતિ જળવાઇ રહેશે.આપની સાથે તથા હાથ નીચે કામ કરતા લોકો આપને મદદરૂપ થશે. મોસાળમાંથી શુભ સમાચાર મળે. વિરોધીઓ પર જીત મેળવી શકશો,પણ આપને સલાહ છે કે કાયદાકીય બાબતોમાં આપે થોડા સાવચેત રહેવું પડશે.
કુંભ : આજે આપને પોતાની તબિયત સંભાળવી પડે તેમજ સંતાનો બાબતોમાં વધુ વ્યસ્તતા રહે.પેટની તકલીફ, અપચો જેવી તકલીફ થઇ શકે. ખૂબ જ ઝડપથી વિચારો બદલાતા આપની માનસિક સ્થિતિ ડહોળાય તેવી શક્યતા છે. કોઈ પણ કામની શરૂઆત કરવા માટે આજનો દિવસ યોગ્ય નથી.યાત્રા-પ્રવાસ પડતો મુકવાની સલાહ છે કારણ કે તેમાં તકલીફ પડી શકે છે.
મીન : આપના શરીર અને મનમાં બેચેની અનુભવાય.પરિવારજનો સાથે મતભેદ કે વિવાદ ટાળવાની સલાહ છે.માતાના સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી અને તેમની શક્ય હોય એટલી વધુ સેવા કરવી. કેટલીક એવી ઘટનાઓ બને જેના કારણે આપનો ઉત્સાહ ઓછો થઈ શકે છે માટે અગાઉ આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની સલાહ છે. આપને ઊંઘનું પ્રમાણ ઓછુ રહે.પાણી અને સ્ત્રીઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.મકાન-મિલકત કે વાહનોને લગતી બાબતોની ચિંતા રહ્યા કરે.