ETV Bharat / bharat

જાણો, વર્ષ 2020 આપના માટે કેવું રહેશે... - Horoscope of Capricorn Today news

ન્યુઝ ડેસ્કઃ આજથી વર્ષ 2020નો પ્રારંભ થયો છે, ત્યારે જાણો આખું વર્ષ તમારા માટે કેવું રહેશે અને આખા વર્ષ દરમિયાન શું લાભદાયક થશે તે જાણવા માટે જુઓ રાશિફળ.

જાણો, વર્ષ 2020 આપના માટે કેવું રહેશે...

author img

By

Published : Jan 1, 2020, 5:48 AM IST

Updated : Jan 1, 2020, 4:34 PM IST

મેષ: આ વર્ષે તમે શરૂઆત સારી કરશો. પ્રોફેશનલ મોરચે પ્રગતિની આશા રાખી શકો છો. તમારા મોટાભાગના કાર્યો કારકિર્દીમાં પ્રગતિને અનુલક્ષીને રહેશે. તમે ભવિષ્યની કેટલીક યોજનાઓ પણ ઘડશો. આ વર્ષમાં તમે પોતાના કાર્યોમાં વધુ સ્થિરતા લાવવાનો પ્રયાસ કરશો. જો અગાઉથી કોઇની સાથે પ્રોફેશનલ સંબંધોમાં તણાવ હોય અથવા કામકાજમાં કાયદાકીય કે સરકારી સમસ્યાઓના કારણે અવરોધ હશે તો તેને દૂર કરવો એ તમારી પ્રાથમિકતા હશે. દેશાવર કાર્યો અને સંપર્કો શરૂઆતમાં વધશે. આ સમયમાં તમે વ્યક્તિગત અને પ્રોફેશનલ મોરચે સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરશો. સંબંધોમાં તમે વધુ સારી રીતે આગળ વધશે. આ વર્ષમાં ખાસ કરીને મિત્રો પાસે સાથે સંપર્કો ઓછા રહે પરંતુ જીવનસાથી અથવા પ્રિયપાત્ર સાથે નીકટતા જળવાશે. એપ્રિલથી જુલાઇ દરમિયાન તમારી વાણીમાં કલાત્મકતા વધશે. તમારી વાક છટા ઘણી વખત વિજાતીય પાત્રોને આકર્ષવામાં યોગ્ય પુરવાર થશે. આ સમયમાં તમે સંબંધોનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજી શકશો. સપ્ટેમ્બર મહિના પછી તમારી આવકમાં થોડી અનિશ્ચિતતા ઉભી થઇ શકે છે માટે વર્ષના ઉત્તરાર્ધમાં તમારે નાણાંકીય બાબતોમાં સાચવવું પડશે. ખાસ કરીને જો ક્યાંયથી નાણાં આવવાના હોય તો અગાઉથી ઉઘરાણી પર ધ્યાન આપવાની સલાહ છે. રોકાણ કરવા માટે છેલ્લુ ચરણ બહેતર રહેશે. મે મહિનાની આસપાસમાં સરકાર, ઉપરીઓ તરફથી ફાયદો, સરકારી લાભ, પૈતૃક મિલકતોમાંથી આવકની આશા રાખી શકો છો. જો ભાઈ-બહેન સાથે પૈતૃક મિલકતોના કારણે તણાવ હશે તો વડીલોની મધ્યસ્થી દ્વારા તેનો સુખદ ઉકેલ આવી શકે છે. સ્વાસ્થ્ય સુખાકારી માટે સમય સારો છે પરંતુ છેલ્લા ચરણમાં નાક-કાન-ગળાને લગતી ફરિયાદો વધી શકે છે. વર્ષના અંતિમ ચરણમાં ખાસ કરીને શ્વાસને લગતી ફરિયાદો, કફ, ઉધરસની ફરિયાદો અવારનવાર શઇ શકે છે જેથી સ્વાસ્થ્યની થોડી કાળજી લેવી જરૂરી છે.

વૃષભ: વર્ષની શરૂઆત આપના માટે સામાન્ય રહે પરંતુ જેમ સમય વિતશે તેમ સંજોગો તમારી તરફેણમાં આવશે. શરૂઆતના તબક્કામાં તમે પ્રોફેશનલ અને પર્સનલ સંબંધોમાં વધુ ઉત્સાહિત જણાશો. તમારે ઉત્સાહ તમારી રીતે સાચો હશે પરંતુ તેનાથી બીજાને અગવડ ઉભી ના થાય તેનું ધ્યાન પણ તમારે જ રાખવાનું છે. જો તમે જીવનના કેટલાક તથ્યોને સમજી લેશો અને અપનાવશો તો આ વર્ષ મજાનું પસાર થશે. શરૂઆતથી સંબંધોનું સુખ સારી રીતે માણી શકશો જેથી તમારા વિચારોમાં સકારાત્મકતા છલકાશે અને તેની સીધી અસર તમારા અંગત અને પ્રોફેશનલ જીવન પર આવશે. જીવનમાં ચડાવઉતાર તો આવ્યા જ કરે પરંતુ તેનો સામનો કેવી રીતે કરવો અને ખુશીની પળો તેવી રીતે માણવી એ જો તમે જાણી જાવ તો પછી તેનાથી મોટી સફળતા બીજી કોઇના હોઇ શકે. આ સિદ્ધાંત અત્યારે તમારા મનમાં કેન્દ્ર સ્થાને રહેશે. વ્યવસાયમાં ભાગીદારો સાથે બોલવામાં થોડુ સાચવવું. ખાસ કરીને છેલ્લા ત્રણ મહિનામાં નવા કરારો ટાળવા. જીવનસાથી જોડે પણ કોઇ મહત્વના નિર્ણય લેવામાં તેમની વાત શાંતિથી સાંભળવી અને તેમના તર્કને મહત્વ આપવું. આ સમયમાં પ્રિયપાત્ર કે જીવનસાથી જોડે પણ વ્યવહારમાં પરિવર્તન આવી શકે છે. એપ્રિલથી જુલાઇ દરમિયાન તમારા વિજાતીય સંબંધોમાં નીકટતા વધશે. આ સમયમાં પરિધાન, આભૂષણો, મોજશોખની ચીજો વગેરેમાં ખર્ચ-ખરીદીની શક્યતા છે. તમારી પાસે અગાઉથી નાણાંની જોગવાઇ રહેશે પરંતુ છતાંય હાથ નિયંત્રણમાં રાખશો તો સિલક નાણાંનું રોકાણ કરીને અથવા અન્ય કોઇ ખર્ચ કરીને તમારા ફાયદામાં વધારો કરી શકશો. માર્ચ-એપ્રિલ દરમિયાન તમારા આવકના સાધનોમાં ફેરફારની શક્યતા છે. વિદ્યાર્થીઓને શરૂઆતના ચાર મહિના અભ્યાસમાં થોડા ગંભીર થવું પડશે. જેમને વિદેશમાં અભ્યાસ અર્થે જવાનું હોય અથવા પ્રોફેશનલ હેતુથી વિદેશમાં જવાના પ્રયાસો કરી રહ્યા હોય અથવા દેશાવર કાર્યોમાં આ વર્ષે અંતિમ ચરણમાં વિલંબની શક્યતા છે. સંપત્તિની સાથે સાથે સ્વાસ્થ્ય સુખાકારી પણ એટલી જ જરૂરી છે. આ વાતને તમારે ધ્યાનમાં રાખીને વર્ષના પૂર્વાર્ધમાં સ્વાસ્થ્યની વિશે, કાળજી લેવી પડશે. ઓગસ્ટ સુધી નાક-કાન-ગળાને લગતી ફરિયાદો હોય તેમણે સારવારમાં બેદરકારી રાખવી નહીં. છેલ્લા મહિનામાં પ્રોફેશનલ અને પર્સનલ સંબંધોમાં પારદર્શકતા વધારવી પડશે. છેલ્લા ત્રણ મહિનામાં પ્રત્યક્ષ શત્રુઓથી સાચવવું. \

મિથુન: આ વર્ષ પોતાની જાત માટે બહુ આશાસ્પદ ના ગણી શકાય કારણ કે તમે આર્થિક, કારકિર્દી, સંબંધો સહિત ઘણી બાબતોમાં ખોટી ભ્રમણાઓ, બિનજરૂરી વિચારોમાં ડુબેલા રહેવાથી વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ નહીં આવે. આથી શક્ય હોય એટલી વધુ સ્પષ્ટતા અને પારદર્શકતા રાખવી. કેટલીક વખત હાથમાં આવેલી તકો જતી રહે અથવા છનવાઇ જાય ત્યારે પોતાની જાત પર અથવા ભાગ્ય પર અફસોસ કરવાના બદલે નવા જુસ્સા, નવા આશાવાદ અને નવી વ્યૂહરચના સાથે આગળ વધવાની સલાહ છે. આમ કરવામાં તમને થોડી તકલીફ થશે પરંતુ તેનાથી તમારા જીવનમાં લાંબાગાળાનું સકારાત્મક પરિવર્તન આવશે જે ગમે તેવા વિપરિત સંજોગોમાં પણ ટકવા માટે તમને સક્ષમ બનાવશે. આ વર્ષ પ્રોફેશનલ મોરચે ભાગીદારીના કાર્યોમાં ખાસ આશાસ્પદ નથી. તેમની સાથે સાથે કોઇપણ આર્થિક વ્યવહાર કરતી વખતે પણ સાચવજો. ટીમવર્કમાં તથા કાર્યો વિલંબમાં ચાલતા હશે અને હજુ પણ આ સ્થિતિમાં જ રહેશે. ઉત્તરાર્ધમાં તમારા કાર્યોમાં ગતિ પકડાશે. નવા કાર્યોની શરૂઆત કરવામાં સારા-નરસા પાસનો વિચાર કરવો. છેલ્લા બે મહિનામાં શક્ય હોય ત્યાં સુધી દેવું કે ઉધારી કરવાથી બચવું. કેટલાક અણધાર્યા ખર્ચ તમને ઉધારી કરવા અથવા દેવું લેવા માટે પ્રેરી શકે છે. કામકાજના સ્થળે અથવા સરકારી વિભાગોમાં શક્ય હોય ત્યાં સુધી અધિકારી વર્ગ અને વગદાર લોકો સાથે દલીલબાજી ટાળવી. કાયદા વિરોધી કાર્યોથી દૂર રહેવું. સંબંધોમાં અત્યારે ખાસ ચિંતા જેવું નથી. પરિવાર સાથેના સંબંધોમાં તમે વધુ નીકટતા અનુભવો. શક્ય હોય ત્યાં સુધી કોઇપણ વ્યક્તિ સાથે દલીલબાજીથી બચવાની સલાહ છે. કમ્યુનિકેશનમાં પણ પારદર્શકતા અને વિનમ્રતા ખૂબ જરૂરી છે. ખાસ કરીને ઓગસ્ટ પછી તમારે આ બાબતે ધ્યાન આપવાનું છે. વિદ્યાર્થી જાતકોને અભ્યાસમાં રુચિ વધારવી પડશે. તમે કોઇપણ વિષયમાં ઊંડા ઉતરવાનું વિચારશો પરંતુ વાસ્તવિક અમલ કરવામાં કદાચ યોગ્ય સંજોગો ના મળવાથી નિરાશ થઇ શકો છો. આવી સ્થિતિમાં અભ્યાસ બાબતે તમારી દૃઢ ઇચ્છાશક્તિ જ મદદ કરશે. આ વર્ષના મધ્યમાં તમે એશો-આરામના જીવન તરફ વધુ ખેંચાશો જેમાં અતિશય ખર્ચની શક્યતા હોવાથી ખર્ચને અંકુશમાં રાખજો. અનૈતિક સંબંધોથી પણ દૂર રહેવાની સલાહ છે વર્ષમાં તમારા ચહેરા પર તેજ થોડુ ઘટી શકે છે. ખાસ કરીને કોઇને કોઇ નજીવી બીમારી તમને પરેશાન કરવો પ્રયાસ કરશે માટે સ્વાસ્થ્ય બાબતે સતર્કતા જરૂરી છે.

કર્ક: આ વર્ષ સંઘર્ષની સાથે સુખદ અનુભવ કરાવનારું રહેશે. તમે જીવન પ્રત્યે સકારાત્મક અભિગમ રાખીને આગળ વધશો. જોકે આખા વર્ષ દરમિયાન તમારી લાગણીઓમાં સતત વધારો કે ઘટાડો થઇ શકે છે જેના કારણે તમે ક્યારેયક આપ્તજનોથી અળગા થશો પરંતુ આવી સ્થિતિમાં જો તમારા બદલે તેમના દૃષ્ટિકોણથી સ્થિતિ જોવાનો પ્રયાસ કરશો તો બહેતર પરિણામ મેળવી શકો છો. નોકરિયાતોને કામકાજ અથવા સ્થળમાં ફેરફાર થઇ શકે છે પરંતુ તેનાથી લાંબાગાળે ફાયદો થશે. જો નોકરીમાં કામનું ભારણ વધુ રહેતું હોય અથવા તમારા હાથમાં રહેલા પ્રોજેક્ટ્સ પાર પાડવામાં વિલંબ થતો હોય તો ફેબ્રુઆરીથી તેમાં સુધારો આવશે. ફેબ્રુઆરીના મધ્ય પછી નોકરીમાં તમે વધુ ઉત્સાહી થશો પરંતુ તેના કારણે સાથી કર્મીઓ સાથે કોઇ બાબતે તણાવ ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. અત્યાર સુધી પ્રોફેશનલ મોરચે આવતા વિલંબ અને કામના ભારણમાં જાન્યુઆરીના અંત પછી રાહત થશે. ભાગીદારીના કાર્યોમાં અથવા નવા કરારોમાં ફેબ્રુઆરી પછી વિલંબની શક્યતા હોવાથી હવે વહેલી તકે પતાવી દેવા. સંબંધો માટે સમય સારો છે માટે એકબીજાનો સંગાથ માણી શકશો. વર્ષના મધ્યના ચરણમાં તમે પ્રેમસંબંધોમાં સૌથી વધુ મગ્ન રહેશો. જોકે, ફેબ્રુઆરી પછી તમારે સંબંધોમાં વૈવિધ્ય લાવવા તેમજ તમારા સાથીને વધુ ખુશ રાખવા માટે થોડી મહેનત કરવી પડશે. આવી સ્થિતિમાં તમે પ્રસંગોપાત ભેટસોગાદોની આપ-લે કરીને તમારા સાથી જોડો નીકટતા વધારી શકો છો. ધાર્મિક બાબતોમાં ખર્ચની સંભાવના નકારી શકાય નહીં. સપ્ટેમ્બર મહિના સુધી શક્ય હોય તો બીજાને નાણાં ઉધાર આપવાના નહીં તેમજ ઉધારી કે દેવું કરવું નહીં. આ સમયમાં કોઇપણ કારણથી અવારનવાર મુસાફરીની શક્યતા વધશે. વર્ષના છેલ્લા ચરણમાં તમે કોઇ અજાણ્યા અથવા અણધાર્યા સ્ત્રોતો કે વ્યક્તિ પાસેથી આર્થિક અથવા અન્ય લાભ મેળવી શકો છો. જોકે, શેરબજાર, ગેમ્બલિંગ અથવા આવી કોઇ અન્ય પ્રવૃત્તિઓમાં જોડાયેલા જાતકો માટે સપ્ટેમ્બર પછીનો તબક્કો ખૂબ જ સાચવવા જેવો છે. જો ધ્યાન નહીં રાખો તો મોટી ખોટ આવી શકે છે. વિદ્યાર્થી જાતકો માટે સમય સારો છે પરંતુ પ્રવેશ પરીક્ષાઓ અથવા કોર્સ સિવાયના અભ્યાસમાં થોડી મહેનત વધારવી જરૂરી છે. સ્વાસ્થ્ય સુખાકારીમાં ગાફેલ નહીં રહો તો એકંદરે સારી રીતે સમય પસાર થશે. સપ્ટેમ્બર પછી તમારે અભ્યાસમાં ઘણી મહેનત વધારવી પડશે. આ વર્ષ દરમિયાન તમારે સ્વાસ્થ્યની ખાસ સંભાળ લેવી પડશે કારણ કે કેટલાક એવા રોગો થઇ શકે છે જેની શરૂઆતમાં તમને જાણ નહીં હોય અથવા તમારી બેદરકારીના કારણે તે મોટું સ્વરૂપ લઇ શકે છે. મેદસ્વીતા અને ડાયાબિટિસ તેમજ તેને લગતી અન્ય સમસ્યાઓ આ વર્ષમાં થવાની શક્યતા વધુ છે.

સિંહ: આ વર્ષ તમારા માટે ઉત્સાહ અને ઉમંગ લઇને આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી તમે સંબંધોમાં નિરસતા અને અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા હશો તો હવે ચિંતા છોડો કારણ કે જાન્યુઆરીના અંતથી મોટાભાગે તમે તમામ બાબતોમાં સુનિશ્ચિત થઇ જશો. આ વર્ષમાં તમે પોતાના કાર્યોમાંથી ઘણું નવું શીખશો. જીવનશૈલી વધુ ઉન્નત બનાવવા માટે પણ ખર્ચ થવાની શક્યતા છે. આ વર્ષે સંબંધોમાં તમે ઘણી અનિશ્ચિતતામાંથી પસાર થશો અને ખાસ કરીને જેઓ પહેલાથી સંબંધોમાં છે તેઓ વર્તમાન સંબંધો તોડીને નવી શરૂઆત કરવા પર ધ્યાન આપશે. આવી સ્થિતિમાં તમે કોઇપણ નિર્ણય વ્યવહારુ અભિગમથી લેજો કારણ કે તમે જે સ્થિતિ જોઇ રહ્યા છો તે ભ્રામક પુરવાર થઇ શકે છે. નવા સંબંધોની શરૂઆતમાં પણ તમે તમારા સાથીની પસંદગીમાં અતિ ઉતાવળે આગળ ના વધતા અન્યથા વૈચારિક મતભેદના કારણે સંબંધોમાં ઝડપી ભંગાણ થઇ શકે છે. લગ્ન અંગેનો કોઇપણ નિર્ણય લેવા માટે સપ્ટેમ્બર પછીનો સમય બહેતર છે. જોકે, પરિવાર સાથે વર્ષના છેલ્લા ચરણમાં વધુ સાચવવું પડશે. વ્યાવસાયિક હેતુથી પ્રોપર્ટી ખરીદવાનું શક્ય બની શકે છે. જો તમે વિસ્તરણ અથવા અન્ય આશયથી આવી પ્રોપર્ટી, મશીનરી વગેરે ખરીદવાનું વિચારી રહ્યા હોવા તો, પૂર્વાર્ધનો સમય સારો છે. આ ઉપરાંત એપ્રિલ થી જુલાઇના મધ્ય સુધીનો તબક્કો પણ તમારા માટે સારો છે. શક્ય હોય ત્યાં સુધી જુલાઇના મધ્યથી ઓગસ્ટના મધ્ય સુધી એવા કોઇપણ કાર્યો ના કરતા જેના કારણે તમારી પ્રતિષ્ઠા ખંડિત થાય અથવા તમારા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની સંભાવના હોય. વર્ષના મધ્યમાં તમે કામકાજમાં નવીન વિચારશૈલી સાથે આગળ વધી શકશો. વિદ્યાર્થી જાતકોને શરૂઆતમાં વધુ મહેનત કરવાની તૈયારી રાખવી પડશે. છેલ્લા ઘણા સમયથી તમારી અભ્યાસની પ્રવૃત્તિઓ ખૂબ ધીમી ગતિએ ચાલતી હશે જેમાં ફેબ્રુઆરીથી રાહત મળે પરંતુ છતાંય તમારા માટે સાવ સરળ માર્ગ નથી. સપ્ટેમ્બર મહિના પછીનો તબક્કો તમારી સ્થિતિમાં સુધારો લાવી શકે છે. જાન્યુઆરીના અંત પછી સ્વાસ્થ્યને લગતી કેટલીક તકલીફો માથુ ઊંચકી શકે છે. ખાસ કરીને જુની બીમારીના લક્ષણો ફરી દેખાઇ શકે છે. કામનું ભારણ રહેવાથી તમને વારંવાર થાક લાગી શકે છે.

કન્યા: આ વર્ષ તમારા માટે કેટલીક સફળતાઓ અને કેટલીક નવી આશાઓ સાથે આવ્યું છે. આર્થિક પ્રગતિની શક્યતા છે પરંતુ ખાસ કરીને પારિવારિક સંબંધોમાં સાચવવું પડશે. પરિવારના સભ્યો સાથે કોઇપણ મુદ્દે ચર્ચા કરવાની થાય ત્યારે તમારા શબ્દોમાં સ્પષ્ટતા હોવી જરૂરી છે. આ ઉપરાંત દરેક વખતે પોતાની વાત સાચી ઠેરવવાની જીદ કરવી નહીં. છેલ્લા કેટલાક સમયથી પરિવારના કાર્યોમાં વિલંબ આવતો હોય તો ફેબ્રુઆરીથી તેમાં ગતિવિધિ તેજ થશે. આ સમયમાં તમારે પ્રેમસંબંધો નિભાવવા માટે પણ વધુ પ્રયાસ પણ કરવા પડશે. ખાસ કરીને ફેબ્રુઆરીના મધ્યથી તમારા સંબંધો ધીમી ગતિએ ચાલતા હોય તેવું લાગે. વિવાહિતોને જોકે, થોડી રાહત રહેશે. જેઓ નવા પ્રેમસંબંધોની શરૂઆત કરવા માંગે છે તેમને પ્રેમનો પ્રસ્તાવ મુકવામાં કોઇને કોઇ બાધા આવી શકે છે. સામે પક્ષે કામકાજમાં થોડી હરિફાઇનો સામનો કરવાની તૈયારી રાખજો. પરિવારમાં કોઇપણ વ્યક્તિ સાથે ચર્ચા કે વર્તનમાં ગેરસમજ ટાળવી પડશે. આર્થિક મોરચે તમારી સ્થિતિમાં ખાસ વાંધો આવે તેવું નથી પરંતુ આખા વર્ષ દરમિયાન પરિવાર માટે કરેલા ખર્ચમાં તમે યશ મળવાની બહુ આશા રાખતા નહીં. સંતાનો તરફથી થતી આવકમાં ફેબ્રુઆરીના મધ્યથી ઘટાડો થઇ શકે છે. વિદ્યાર્થી જાતકો શરૂઆત સારી કરશે. તમને અભ્યાસમાં રુચિ ઓછી હોવા છતાં અથવા થોડી અનિશ્ચિતતા લાગવા છતાં આગળ વધો પરંતુ ફેબ્રુઆરીથી વર્ષાંત સુધીના સમયમાં વધુ પરિશ્રમ કરવો પડશે. સપ્ટેમ્બર મહિના પછી શક્ય હોય ત્યાં સુધી મિત્રોવર્તુળમાં વધુ સમય વેડફવો નહીં અન્યથા તેમના કારણે તમારા અભ્યાસ પર મોટી અસર પડી શકે છે. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશમાં જવા માંગતા જાતકોને વર્ષના છેલ્લા ચરણમાં સફળતા યોગ બની રહ્યા છે. વિદેશગમનમાં કોઇ અવરોધો હશે તો દૂર થઇ શકે છે. સ્વાસ્થ્ય બાબતે આ વર્ષમાં ચિંતા જેવું નથી પરંતુ કામનું ભારણ રહેવાથી કામની સાથે સાથે પૂરતા આરામ અને સંતુલિત ભોજનનો આગ્રહ રાખવો. મેડિટેશન અને નિયમિત કસરત આપના માટે શ્રેષ્ઠ રહેશે.

તુલા: આ વર્ષમાં તમારી મહેનત રંગ લાવશે. કારકિર્દી, અભ્યાસ, આર્થિક ઉન્નતિ, સંબંધો, સમાજ સહિત કોઇપણ ક્ષેત્રોમાં અત્યાર સુધી આગળ વધવા માટે અથવા પોતાની નવી ઓળખ બનાવવા માટે જે પ્રયાસો કર્યા હોય તેનું અત્યારે ફળ મળી શકે છે. શરૂઆતના ચરણમાં કદાચ મુસાફરીમાં થોડી તકલીફો થઇ શકે છે માટે પ્રવાસ ટાળવો. ફેબ્રુઆરીના મધ્ય પછી સ્થિતિમાં બહેતર સુધારો આવશે. આખા વર્ષ દરમિયાન મુસાફરીના આયોજનમાં છેલ્લી ઘડી સુધી અનિશ્ચિતતા રહેવાની શક્યતા વધુ રહેશે. વર્ષની શરૂઆતમાં ખાસ કરીને પૈતૃક મિલકતોને લગતા કાર્યોમાં સફળતા મળે. આ ઉપરાંત પિતા તરફથી કેટલાક લાભો થવાની આશા પણ રાખી શકો છો. આર્થિક બાબતે ખાસ ચિંતા જેવું નથી. મોટાભાગના સમયમાં તમે આવકમાં વધારો કરવા માટે યોગ્ય આયોજન કરશો અને તેમાં સારો ફાયદો થાય. જોકે, સપ્ટેમ્બર મહિના પછી તમારી આવકમાં અનિશ્ચિતતા વધશે. વર્ષાંતના સમયમાં નાણાં અભાવે તમારા કોઇ કાર્યો અટકે નહીં તે માટે અગાઉથી આયોજન કરવું. બાકી, આર્થિક મોરચે ખાસ ચિંતા જેવું નથી. પ્રથમ મહિનામાં કેટલાક ખર્ચને બાદ કરતા મોટાભાગે આવક જળવાઇ રહેશે. શરૂઆતના ચરણમાં આવક વધારવા માટે કરેલા પ્રયાસો વર્ષાંતમાં લાભ અપાવશે. સંબંધોનું સુખ સારી રીતે માણી શકશો પરંતુ મિત્રો સાથે અત્યારે મુલાકાતોની શક્યતા ઓછી છે. કેટલીક વખત તમારા મિત્રોનો સહકાર ના મળવાથી તેમના પ્રત્યે નારાજગી થશે પરંતુ એક વાત યાદ રાખજો કે તેમાં એમનો કોઇ વાંક નથી પરંતુ સંજોગો તમને સાથ ઓછો આપે છે. એપ્રિલ મહિના પછી આમાં સુધારો આવવાની શક્યતા વધશે. એપ્રિલથી જુલાઇના અંત સુધી પ્રિયપાત્રને લગતી કેટલીક ચિંતા રહે પરંતુ બાકીનો સમય સારો હોવાથી તમે પ્રિયપાત્ર અથવા જીવનસાથી જોડે નીકટતા માણી શકશો. પ્રેમસંબંધો અને દાંપત્યજીવનમાં એકંદરે સામીપ્યનો અહેસાસ કરશો. વિદ્યાર્થીઓને આ વર્ષમાં અભ્યાસમાં સારી પ્રગતિના એંધાણ છે પરંતુ ખરાબ મિત્રોની સોબત છોડવાની સલાહ છે. આ વર્ષમાં તમારી દૂરના અંતરે અથવા વિદેશમાં અભ્યાસ કરવાની ઇચ્છા ફળીભૂત થઇ શકે છે. વર્ષાંતમાં તમે ગૂઢ વિદ્યામાં વધુ રુચિ લેશો. આ વર્ષમાં તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું જળવાશે પરંતુ મુસાફરી, સાહસપૂર્ણ જગ્યાની મુલાકાતો વગેરેમાં ઇજા સામે સાચવવું પડશે.

વૃશ્ચિક: આ વર્ષમાં તમે મોટાભાગની બાબતોમાં અધુરા કાર્યો પાર પાડીને રાહતનો શ્વાસ લેશો. અટકેલા કાર્યોનો ઉકેલ આવવાથી તમને નવા આયોજન માટે દિશા સુઝશે. તમે છેલ્લા કેટલાક સમયથી ઓછુ બોલો છો અથવા કમ્યુનિકેશનમાં પણ અગાઉ કરતા ઓછા સક્રિય છો. વર્ષની શરૂઆતમાં આ સ્થિતિ આવી જ રહે પરંતુ ફેબ્રુઆરીના મધ્યથી તેમાં સુધારો આવી શકે છે. ખાસ કરીને લોકોને મળવાનું અથવા અન્ય લોકો સાથે ચર્ચા કરવાનું વધશે. તમે કમ્યુનિકેશનના આધુનિક માધ્યમો અને સોશિયલ મીડિયામાં વધુ સક્રિય થશો. જોકે, તમે ક્યારેય પણ એવી વાણીનો ઉપયોગ ના કરતા જેનાથી તમારા શબ્દોનું ખોટુ અર્થઘટન થાય અને છેવટે સંબંધો પર તેની અસર પડે. તમને વારંવાર વૈભવી જીવન જીવવાનો તેમજ મોંઘી ચીજો લેવાનો શોખ થશે. નકારાત્મક તબક્કામાંથી તમે સારી દિશામાં આગળ વધશો જેથી દરેક કાર્યોમાં અને જીવન પ્રત્યે આત્મવિશ્વાસ જાગશે. જોકે, એક વાતનું ધ્યાન રાખજો કે તમારે અતિ આત્મવિશ્વાસમાં નથી આવવાનું અન્યથા મુશ્કેલીમાં મુકાશો. આ સમયમાં તમે પોતાના મોજશોખ પુરા કરવામાં પાછા નહીં પડો પરંતુ તમારી મર્યાદિત આવકને ધ્યાનમાં રાખીને ચાદર પ્રમાણે પગ લંબાવજો. પ્રોફેશનલ મોરચે તમે સારી રીતે આગળ વધી શકશો અને મોટાભાગના સમયમાં તમારા કાર્યો પ્રગતિલક્ષી રહેશે. છેલ્લા ત્રણ મહિનામાં ભાગીદારીના કાર્યોમાં સાચવજો. સંબંધોનું સુખ એકંદરે સારું માણી શકશો અને વ્યક્તિગત તેમજ વ્યાવસાયિક જીવનમાં તમને પ્રિયપાત્રનો સંગાથ અને સહકાર મળી રહેશે. મોટાભાગના સમયમાં તમારા પ્રિયપાત્ર અથવા જીવનસાથી જોડે સારો તાલમેલ જાળવી શકશો. એપ્રિલથી જુલાઇ સુધીમાં તમે સંબંધોનું ઉત્તમ સુખ માણી શકશો. આર્થિક બાબતોમાં સાચવીને ચાલવાની સલાહ છે. વર્ષના ઉત્તરાર્ધમાં સ્થિતિ થોડી સુધરશે પરંતુ બેફામ ખર્ચને અંકુશમાં નહીં રાખો તો છેવટે બીજા પાસેથી મદદ લેવી પડશે. ખાસ કરીને તમારી આવકમાં થોડી અનિશ્ચિતતા રહેવાથી જરૂરી ખર્ચનું પૂર્વાયોજન કરવાની સલાહ છે. વિદ્યાર્થી જાતકો માટે સમય સારો છે પરંતુ ભાવિ અભ્યાસ માટે ક્યાંય પ્રવેશને લગતી કામગીરી અથવા વાટાઘાટો વગેરેમાં સાચવવું પડશે. સપ્ટેમ્બર પછી તમારા અભ્યાસની ગતિમાં કોઇ અજાણ્યા અવરોધો આવી શકે છે. સ્વાસ્થ્ય બાબતે વાંધો નહીં આવે પરંતુ નાક-કાન-ગળાને લગતી ફરિયાદો રહેવાની શક્યતા છે.

ધન: આ વર્ષ આપના માટે મિશ્ર ફળદાયી જણાઈ રહ્યું છે. કહીં ખુશી કહીં ગમની સ્થિતિ હોવાથી તમારે દરેક મોરચે સંતુલન રાખીને આગળ વધવું પડશે. કામકાજમાં તમને ક્યાંક નિરસતા આવશે તો ક્યાંક થાક પણ લાગશે. છેલ્લા ઘણ સમયથી તમારું જીવનચક્ર ધીમી ગતિએ ચાલતુ હોવાની ફરિયાદ સાથે તમે જીવી રહ્યા હશો. વર્ષની શરૂઆતમાં આ ફરિયાદ રહેશે પરંતુ ફેબ્રુઆરીના મધ્યથી તેમાં સુધારો આવી શકે છે. તમે જીવન પ્રત્યે તો સકારાત્મક બનશો પરંતુ ફેબ્રુઆરીના મધ્ય પછીના સમયમાં ખાસ કરીને આવકની ગતિ ધીમી થતા તમારા માટે માત્ર સ્થિતિ બદલાશે છેવટે માનસિક પરેશાની તો રહેવાની જ. આવી સ્થિતિમાં તમે મનોમન મક્કમ બનો અને કોઇપણ સ્થિતિ સામે લડવાનું પોતાનામાં સામર્થ્ય કેળવો એ સૌથી મોટી આવશ્યકતા છે. સંબંધોમાં પણ એકબીજા પર વધુ વિશ્વાસ મુકવો પડશે અને ક્યારેક નમતું જોખવાની નીતિ રાખવી પડશે. શરૂઆતમાં બિનજરૂરી અથવા મોજશોખ પાછળ ખર્ચની શક્યતા છે. ખાસ કરીને વિજાતીય સંબંધોમાં તમારે પોતાના સાથીને વધુ અવકાશ આપવો જરૂરી છે અને તેમનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ પણ કરવો પડે. સપ્ટેમ્બર પછી તમે સંબંધોમાં એકંદરે બહેતર સુખ માણી શકશો. પ્રોફેશનલ મોરચો ભાગીદારીના કાર્યો ધીમી ગતિએ આગળ વધવાની શક્યતા છે. કદાચ કરારો કરવામાં થોડો વિલંબ થઇ શકે છે. ફેબ્રુઆરીના મધ્યથી તમારી આવકની ગતિ ધીમી થવાના એંધાણ હોવાથી તમારે નિશ્ચિત ખર્ચ માટે અગાઉથી નાણાંનું આયોજન કરવું જરૂરી છે. જ્યાંથી નાણાં આવવાના હોય તેમાં વિલંબ થઇ શકે છે. નોકરિયાતોને મહેનતની તૈયારી રાખવી પડશે. ખાસ કરીને તમને પોતાને જ કામમાં ઉત્સાહ વધે તેવો માહોલ ઉભો કરવાની કોશિષ કરજો. વ્યવસાયિકોને પણ બીજાના ભરોસે મુકેલા કાર્યોમાં પાછીપાની થઇ શકે છે. સામાજિક અને ધાર્મિક કાર્યોમાં તમે વધુ ધ્યાન આપી શકશો. વિદ્યાર્થી જાતકો માટે સામાન્ય વર્ષ હોવાથી શરૂઆતથી તમારે આયોજનપૂર્વક આગળ વધવાનું છે. સ્વાસ્થ્ય સુખાકારી મધ્યમ રહેશે.

મકર: મકર જાતકો માટે આ વર્ષ એકંદરે સારું રહેશે. તમને અવારનવાર પ્રગતિની તકો મળશે. પ્રોફેશનલ મોરચે તમે મોટા ટાર્ગેટ હાંસલ કરી શકશો. આ વર્ષમાં તમે પ્રગતિ માટે કેટલાક નવા લક્ષ્યો નિર્ધારિત કરો તેમજ તેને હાંસલ કરવા માટે વ્યૂહરચના ઘડો તેવી શક્યતા છે. કામ પ્રત્યેના અભિગમ અને વિચારસરણીમાં નવીનતા આવવાની તમે અપેક્ષા રાખી શકો છો. ફેબ્રુઆરી પછી તમને કામમાં આંશિક આળસ આવી શકે છે પરંતુ જો તમારા ઉત્સાહમાં ઓટ નહીં આવવા તો ખાસ વાંધો નહીં આવે. નોકરિયાતોને પણ ઉપરીઓ તરફથી બહેતર સહકાર મળે અને નવી તકો મળી શકે છે. આખા વર્ષ દરમિયાન તમારે આત્મપ્રેરિત રહેવાનું છે તે વાત ભુલતા નહીં. આ વર્ષમાં તમે કંઇપણ નવું કરો તેમાં વાંધો નથી પરંતુ જો પોતાનું કૌશલ્ય અને જ્ઞાન વધારવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશો તો ભવિષ્યમાં કારકિર્દી મોરચે તેનાથી સારો ફાયદો થઇ શકે છે. અંગત જીવનમાં કટેલાક ચડાવઉતાર રહેશે પરંતુ સમાધાનકારી વલણ રાખવાથી તમે સંબંધોમાં સંતુલન જાળવી શકશો. તમે અત્યારે ખાસ કરીને જેમની સાથે પહેલાથી સંંબંધોમાં છો તેમના પ્રત્યે વધુ લાગણીશીલ બનો તેવી શક્યતા છે. એપ્રિલથી જુલાઇ સુધીનો તબક્કો તમારા જીવનમાં પ્રણય બાબતે ઘણો મહત્વપૂર્ણ પુરવાર થશે. નવા સંબંધોની શરૂઆત અથવા વર્તમાન સંબંધોને નવા મુકામ સુધી લઇ જવા માટે તમે આ સમયમાં કોઇ મહત્વના નિર્ણયો લો તેવી શક્યતા છે. તમારા જીવનમાં કેટલાક એવા પ્રસંગો બની શકે છે જેમાં તમને સમજાશે કે જીવનમાં નાણાં કરતા સંબંધોનું મહત્વ વધારે છે. કારકિર્દી બાબતે પરિવારના વડીલોનું માર્ગદર્શન લઇને તમે તેમનું દિલ જીતી શકશો. વડીલોના દિલમાં તમારા માટે માન રહેશે અને તેમના આશીર્વાદ પણ તમને અનેક પ્રકારે આગળ વધવા માટે મદદરૂપ થશે. પ્રોફેશનલ મોરચે માર્ચથી મે મહિના દરમિયાન સારી તક મળવાની આશા રાખી શકો છો. પ્રેમસંબંધોમાં આ વર્ષની શરૂઆતનો તબક્કો સારો છે પરંતુ ફેબ્રુઆરીના મધ્ય પછીના તબક્કામાં ખાસ કરીને તમારા પ્રિયપાત્રની ખુશી માટે તમારે વધુ એક્ટિવ થવું પડશે. વિદ્યાર્થીઓ મોટાભાગે ભણવામાં ધ્યાન આપશે પરંતુ ઉત્તરાર્ધમાં તમારે મહેનત થોડી વધારવી પડશે. ખાસ કરીને સપ્ટેમ્બર પછીનો તબક્કો અભ્યાસ માટે નવા પડકારો લાવી શકે છે માટે અભ્યાસમાં તમે અગાઉથી જેટલા સચેત હશો એટલા ફાયદામાં રહેશો. સ્વાસ્થ્ય સુખાકારી માટે શરૂઆત સારી છે. પરંતુ તમારે બદલાતી ઋતુ સાથે તમારું શરીર અનુકૂળ બને તે માટે કસરત અને ખાવા-પીવામાં વધુ ધ્યાન આપવું પડશે.

કુંભ: આ વર્ષ પડકારો, સંઘર્ષ, મહેનત અને સફળતાનું મિશ્રણ લઇને આવશે. પ્રેમસંબંધોમાં આખુ વર્ષ તમારે સાચવવાનું છે. છેલ્લા ત્રણ મહિનામાં અગાઉની તુલનાએ સ્થિતિ સુધરશે પરંતુ આ ત્રણ મહિના પારિવારિક સંબંધો બાબતે તમને પરેશાન કરે અથવા અદ્ધર શ્વાસે રાખે. સંબંધોમાં ખાસ કરીને તમે સતત અનિશ્ચિતતામાંથી પસાર થશો. પ્રેમસંબંધોમાં સપ્ટેમ્બર મહિના સુધી કોઇપણ નિર્ણય લાગણીમાં આવીને લેવાના બદલે થોડો વ્યવહારુ અભિગમ રાખજો. અત્યારે શરૂ થયેલા સંબંધોના ભાવિ અંગે કંઇપણ કહેવું લગભગ અશક્ય હોવાથી નવા પાત્ર સાથે સંબંધોની શરૂઆતમાં અથવા જીવનસાથીની શોધમાં તમે થાપ ખાવ તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં કંઇપણ નવું ના કરવામાં તમારી ભલાઇ છે. જેઓ પહેલાથી કોઇની સાથે જોડાયેલા હોય તેમણે પણ અત્યારે પોતાના સાથીને ખુશ રાખવા માટે અથવા પારસ્પરિક આત્મીયતા જાળવી રાખવા માટે વિશેષ પ્રયાસ કરવા પડશે. સ્વાસ્થ્ય બાબતે કોઇપણ બેદરકારી ના રાખવાની સલાહ છે. પ્રોફેશનલ મોરચે કેટલાક પડકારોનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે. આ વર્ષમાં શક્ય હોય ત્યાં સુધી કોઇપણ સટ્ટાકીય કામકાજો, વાયદા બજાર વગેરેથી દૂર જ રહેજો નહીંતર લાખના બાર હજાર થતા વાર નહીં લાગે અને તમારી મહેનતની કમાણી હાથમાંથી રેતી સરકે તેવી રીતે જતી રહેશે. શરૂઆતમાં ખાસ કરીને ટેકનિકલ કાર્યોમાં તમે સારી કમાણી કરી શકો છો. ફેબ્રુઆરીના મધ્ય પછીનો તબક્કો તમારી કામકાજની ગતિમાં થોડી બ્રેક મારશે. અત્યારે તમને મળનારા કેટલાક લાભોમાં વિલંબ થાય પરંતુ ઉત્તરાર્ધમાં બહેતર ફળની આશા રાખી શકો છો. લાંબા પ્રવાસનું આયોજન આ વર્ષમાં થઇ શકશે. જેઓ નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા છે તેમને તકો મળી શકે છે. પ્રોફેશનલ મોરચે આ વર્ષમાં તમે પોતાનું નેટવર્ક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. તમે નવા લોકો સાથે ઓળખાણ કરવા માટે અવારનવાર પ્રોફેશનલ ગેટ-ટુગેધર જેવા આયોજન કરો અથવા કોન્ફરન્સ, સેમીનાર વગેરેમાં ભાગ લો તેવી શક્યતા બનશે. લાંબાગાળાના રોકાણમાં પણ ફાયદો થઇ શકે છે.

મીન: આ વર્ષ આપના માટે વિવિધ મોરચે મહત્વપૂર્ણ બની રહેશે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે પરંતુ તમને આખુ વર્ષ કામકાજમાં ધરમૂળથી ફેરફારો કરવાના વિચારો આવશે. આનો અમલ કરવામાં સાવચેતી રાખવી. આ વર્ષમાં સપ્ટેમ્બર મહિના સુધી તમે કોઇપણ ફેરફાર અથવા નવી શરૂઆત કરવામાં લાંબા ગાળાનો વિચાર કરજો અને બીજાના ભરોસે રહેવાના બદલે પોતે જ સ્થિતિનું આકલન કરીને આગળ વધજો. લોખંડ, સીમેન્ટ, ભારે એન્જિનિયરિંગને લગતા સાધનો અથવા તેને લગતી સેવાઓ, મોટા વાહનોને લગતા કાર્યોમાં આ વર્ષમાં એકંદરે તમારે સારી રીતે આગળ વધી શકશો. તમે કોઇપણ લક્ષ્યને પૂર્ણ કરવા માટે તનતોડ મહેનત કરવામાં પાછા નહીં પડો. પારિવારિક સંબંધોમાં અને ખાસ કરીને માતા સાથે વ્યવહારમાં સાચવવું પડશે. પરિવારમાં અન્ય મહિલાવર્ગ સાથે પણ નજીવી બાબતે બોલાચાલી થઇ શકે છે માટે તમારે વાતચીતમાં વધુ સ્પષ્ટતા રાખવી પડશે અને સ્વભાવ પણ સૌમ્ય રાખવો જરૂરી છે. આપ્તજનો સાથે ગેરસમજ થવાની શક્યતા વધુ રહેશે. પ્રેમસંબંધોમાં ખાસ વાંધો નહીં આવે પરંતુ શરૂઆતના બે મહિના તમારા સંબંધો થોડા ધીમી ગતિએ આગળ વધે તેવી શક્યતા છે. જો લગ્ન અંગેનો કોઇપણ નિર્ણય લેવાનો હોય તો ફેબ્રુઅારીના મધ્ય પછી સફળતા મળે. વર્ષના અંતિમ ચરણમાં તમારા સંબંધોમાં સુલેહ વધશે. આપ અત્યારે પરિવારની જરૂરિયાતો પાછળ વધુ ખર્ચ કરશો પરંતુ તેના માટે યશપ્રાપ્તિની આશા રાખવી નહીં. ઘણા સમયથી કોઇની સાથે મતભેદ હોય તો આ વર્ષમાં તેનો સુખદ ઉકેલ આવી શકે છે. એપ્રિલથી જુલાઇ સુધી તમારા મિત્રોની સંખ્યામાં વધારો થશે. વિદ્યાર્થીઓ માટે શરૂઆત સારી છે પરંતુ ફેબ્રુઆરીના મધ્યથી તમારે મહેનત વધારવી પડશે. તમને કોઇપણ વિષય સમજવામાં વધુ મહેનત કરવી પડે તેવી સંભાવના છે. સ્વાસ્થ્ય બાબતે આ વર્ષ ચડાવઉતાર વાળું જણાઈ રહ્યું છે.

Intro:Body:

બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે બુધવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

મેષ : આજનો દિવસ આપ સામાજિક કાર્યો અને મિત્રો સાથેની દોડધામમાં વ્‍યતીત કરશો. આપના મિત્ર વર્તુળમાં નવા મિત્રોનો ઉમેરો થશે, મિત્રો પાછળ ધનખર્ચ થાય. વડીલવર્ગ તરફથી લાભ થાય અને તેમનો સહકાર મળે. આકસ્મિક ધનલાભ મનની પ્રસન્‍નતા વધારશે. દૂર રહેતા સંતાનોના શુભ સમાચાર જાણવા મળે. પ્રવાસ પર્યટનનું સફળતાપુર્વક આયોજન કરી શકો.

વૃષભ : નોકરી વ્‍યવસાયના સ્‍થળે પદોન્‍નતિના સમાચાર મળે. ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મળશે. સરકારી નિર્ણય આપની તરફેણમાં આવતાં લાભ મળે. ગૃહસ્‍થજીવનમાં સુખશાંતિ રહે. નવા કાર્યોનું આયોજન હાથ ધરશો. અધુરાં કાર્યો પૂર્ણ થશે. દાંપત્‍યજીવનમાં મધુરતા રહેશે. તંદુરસ્‍તી જળવાશે. ધન અને માન સન્‍માનની પ્રાપ્તિ થાય. વેપારીઓને ઉઘરાણીના નાણાં સૂલ કરવા માટે અનુકૂળ દિવસ છે.

મિથુન : આજે આપને થોડી પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડશે. તબિયતમાં થોડી બેચેની અને અશક્તિ વર્તાય. જેના કારણે કોઇપણ કામ કરવાનો ઉત્‍સાહ મંદ રહે. નોકરી -ધંધાના સ્‍થળે પણ સાથી કર્મચારીઓનું અને ઉપરી અધિકારીઓનું વલણ સહકાર ભર્યું ન હોતાં માનસિક હતાશા ઉદભવે. સંતાનોની સમસ્‍યાઓ થોડા વધુ પ્રયાસો સાથે ઉકેલી શકશો. વિરોધીઓ સાથે વાદવિવાદમાં ઉતરવું યોગ્‍ય નથી. પિતાને હેરાનગતિ થાય.

કર્ક : આજના દિવસે તમારે નકારાત્‍મક વલણ છોડવાનું રહેશે. અન્યથા માનસિક દ્વિધા વચ્ચે તમે અગત્યના કાર્યોમાં ધ્યાન નહીં આપી શકો. ક્રોધને અંકુશમાં રાખવો. આરોગ્‍ય અંગેની સંભાળ પણ વધારવાની સલાહ છે. અતિ કામથી દૂર રહેવું અને ખોટા કાર્યોથી દૂર રહેવું. આજે વાણી પર સંયમ રાખવો પડશે. કુટુંબીજનો સાથે ઝઘડો કે વિવાદની નોબત ટાળવી પડશે. કોઈપણ વિપરિત સ્થિતિથી બચવા માટે શક્ય હોય તો મૌન રહેવું અને ઉગ્ર દલીલોથી દૂર રહેવું. નાણાંભીડ રહી શકે છે. આ સમયે તમે આધ્‍યાત્મિકતાનો સહારો લઈ શકો છો.

સિંહ : આજે આપને દાંપત્‍યજીવનમાં વૈચારિત મતમતાંતર થઈ શકે છે. પતિ- પત્‍ની વચ્‍ચે અણબનાવ થાય. બંનેએ સ્વાસ્થ્યની પણ વધુ સંભાળ લેવી પડશે. સાંસારિક પ્રશ્નો અને પળોજણોમાં વધુ વ્યસ્ત રહેશો જેથી કામકાજમાં ઓછુ ધ્યાન આપી શકશો. અત્યારે દરેક મોરચે સંતુલન લાવતા શીખવું પડશે. કોર્ટ- કચેરીની ઝંઝટમાં આજે ન પડવું. જાહેરજીવનમાં યશપ્રાપ્તિની વધુ પડતી આશા રાખવી નહીં. વિજાતીય પાત્રો સાથેની મુલાકાતમાં પણ થોડા અવરોધો આવી શકે છે. ભાગીદારો ચર્ચામાં મતભેદ ટાળવો.

કન્યા : આજે નોકરી વ્‍યવસાયના ક્ષેત્રે આપને કામમાં યશ પ્રાપ્તિ થાય તથા સહકર્મચારીઓનો સાથ સહકાર મળી રહે. પારિવારિક વાતાવરણ સુખશાંતિ સભર રહે. શારીરિક અને માનસિક સ્‍વાસ્‍થ્‍ય સારું રહે. આર્થિક લાભ વધારે મળે. હરીફો અને પ્રતિસ્‍પર્ધીઓ સામે આપની જીત થાય. માંદા માણસની તબિયતમાં સુધારો જણાશે. આર્થિક લાભની પ્રાપ્તિ થાય.

તુલા : આજે બુદ્ધિપૂર્વકના કામ અને ચર્ચા આપના માટે મહત્વના રહેશે. આજે આપ કલ્પના અને સર્જનશીલતાનો સારો ઉપયોગ કરી શકશો. આપ આપના બાળકોની સારી પ્રગતિથી સંતોષનો અનુભવ કરી શકશો. આપે ખોટા સંઘર્ષ કે વિવાદમાં ન પડવું જોઇએ. આપને પેટની તકલીફ થઇ શકે. પ્રિયપાત્રને મળીને આપ ખુશી અનુભવશો.

વૃશ્ચિક : આપ્‍તજનો સાથેના સંબંધ અને વર્તનમાં આપે આજે સાવધાની રાખવી પડશે. શારીરિક- માનસિક સ્‍વસ્‍થતા જળવાઈ રહે તે માટે તમારે ધાર્મિક અથવા મન પ્રફુલ્લિત રહે તેવી બાબતોમાં પણ ધ્યાન આપવું જોઈએ. માતાના સ્વાસ્થ્યની વિશેષ સંભાળ લેવાની સલાહ છે. ધન અને કીર્તિની હાનિ થાય. કુટુંબમાં કલેશનો માહોલ ટાળવા માટે અગત્યની ચર્ચા ટાળવી અને પોતાની વાત સાચી ઠેરવવાનો હઠાગ્રહ ના રાખવો. વધુ ઊંઘ લેવાની સલાહ છે. સ્‍ફૂર્તિ- તાજગીનું પ્રમાણ ઘટી શકે છે.

ધન : આપ ગૂઢ વિદ્યાઓ અને આધ્યાત્મમાં વિશેષ રૂચિ ધરાવશો, તેમ જ તે દિશામાં સંશોધનમાં પણ રસ લેશો. આપ માનસિક શાંતિ અને આનંદ મેળવી શકશો. સહોદરો સાથેનું જોડાણ વધુ ગાઢ બનશે. આજે આપ નવા કામનો પ્રારંભ કરી શકશો. આપને ત્યાં મહેમાન રૂપે મિત્રો અને સગા સંબંધી આવતા આનંદ અનુભવાશે. આપ ટૂંકી મુસાફરી પર જાઓ તેવી પણ શક્યતા છે. આપ વધુ નસીબદાર બનશો.

મકર : આપનો વર્તમાન દિવસ મિશ્રફળદાયી નીવડશે. કુટુંબીજનો સાથે ગેરસમજ કે મનદુ:ખનો પ્રસંગ ઉભો થઈ શકે તેમ હોવાથી પહેલાથી જ શાંત ચિત્ત રાખજો. બિનજરૂરી ખર્ચ થાય. ઓછું બોલવાના લાભનો આજે તેમને ખ્‍યાલ આવશે. આરોગ્‍યની બાબતમાં કાળજી લેવી. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં આપનો દિવસ વીતે. વિદ્યાર્થીઓ અભ્‍યાસમાં આજે મન ન લગાવી શકે. શેરબજારમાં મૂડીરોકાણ માટેનું આયોજન કરી શકો. ગૃહિણીઓ આજે કોઇક કારણે અસંતોષની લાગણી અનુભવે.

કુંભ : આજે આપ શારીરિક અને માનસિક સ્ફૂર્તિનો અનુભવ કરશો. આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ ફાયદો કરાવનારો નિવડશે. આપ મિત્રો અને સગાં વ્હાલાઓ સાથે સ્વાદિષ્ટ ભોજનની મજા માણી શકશો. આપ પ્રવાસ પર જાવ તેવી પણ શક્યતા છે. આધ્યાત્મિકતા અને ધ્યાન તથા ચિંતનમાં શું શક્તિ રહેલી છે તે આપ જાણી શકશો. નકારાત્મકતાથી પોતાની જાતને દૂર રાખશો તો ફાયદો થશે.

મીન : નાણાંકીય બાબતો અને મૂડી રોકાણમાં આપે આજે ખાસ ધ્યાન રાખવું પડશે. આપનું ધ્યાન વિચલિત થશે તો કામકાજમાં વિક્ષેપ આવી શકે છે માટે શાંતિથી અને વ્યૂહાત્મક રીતે કામ કરવું. બિનજરૂરી ઉતાવળ ટાળવી. આધ્યાત્મિક કાર્યો પાછળ ખર્ચ થઇ શકે. આપને મિત્રો અને સ્વજનો સાથે શાંતિથી વર્તવાની સલાહ છે. કોઇ લાલચને કારણે નુકસાન થાય તેવી શક્યતા છે માટે લાલચ છોડવી. જામીનગીરી કે કાયદાકીય બાબતોમાં ન પડો તે સલાહ ભરેલું છે.

Conclusion:
Last Updated : Jan 1, 2020, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.