ગોલપારામાં પ્લાસ્ટિક પ્રદૂષણ તો છે જ છે, પણ સાથોસાથ અહીં રોડ નિર્માણની સામગ્રી પણ ખૂટી પડી છે. આ સમસ્યા માટે વહીવટી તંત્ર પણ ઉકેલની શોધમાં છે.
આ શ્રેણીમાં જ સ્થાનિક બાંધકામ વિભાગે નવો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જેમાં પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ કરાશે અને તેનાથી 75 કિલોમીટરની લાંબો રોડ બનાવાશે. તેમાંય વળી 45 કિલોમીટરનો રોડ તો સુરતથી લવાયેલા 37 હજાર કિલોથી વધુ પ્લાસ્ટિકના ઉપયોગથી જ બનશે. જ્યારે અન્ય 30 કિલોમીટરના માર્ગમાં સ્થાનિક કક્ષાએ એકત્રિક કરાયેલા પ્લાસ્ટિક કચરો વપરાશે.