અરવિંદ સાવંતે ટ્વીટ કર્યું હતું કે, શિવસેના સત્યના માર્ગ પર ચલનારી પાર્ટી છે. ભાજપ સાથે તે નથી ચાલી શકતી. સાવંત સોમવારે 1 કલાકે પત્રકાર પરિષદ યોજી હતી. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને મોટા સમાચાર છે. ભાજપ અને શિવસેનાની ખેંચતાણ હવે દિલ્હી સુધી પહોંચી છે. મોદી સરકારમાં શિવસેનાના કોટામાંથી પ્રધાન બનેલા અરવિંદ સાવંતે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. સાવંતે સોમવારે 1 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન પદ પર અડેલી શિવસેના અને ભાજપ વચ્ચેનો આ ગતિરોધ દિન પ્રતિદિન વધતો વધતો હવે દિલ્હી પહોંચી ગયો હતો.
અરવિંદ સાવંત દક્ષિણ મુંબઈથી સાંસદ છે અને કેન્દ્રમાં શિવસેનાના કોટામાંથી પ્રધાન બન્યા હતાં. તેઓ હેવી ઈન્ડસ્ટ્રી એન્ડ પબ્લિક એન્ટરપ્રાઈઝીસ વિભાગના પ્રધાન હતા, પરંતુ હવે તેમણે પદ પરથી રાજીનામું આપ્યું છે. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાએ ચૂંટણી પહેલા ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. પરંતુ પરિણામ આવતા જ શિવસેના 50-50ના ફોર્મ્યુલા પર અડી ગઈ. અત્રે જણાવવાનું કે, એનસીપીએ પણ શિવસેનાને સમર્થન આપવાના બદલે ઈશારા ઈશારામાં એનડીએથી અલગ થવાની વાત કરી હતી.
મહારાષ્ટ્રના રાજ્યપાલે કહ્યું હતું કે સોમવારના રોજ સાંજે 7.30 કલાકે સરકાર ગઠન કરવા વિશે શિવસેના જણાવે.