આ બાબતે મહારાષ્ટ્રના નાણાપ્રધાન, મુંબઈ નગર નિગમના અધિકારીઓ, કંપનીના મુખ્ય નાણા સચિવ, કર્મચારીઓ, પાયલટ જેવા અધિકારીઓ નાણા પ્રધાન અરૂણ જેટલી સાથે મુલાકાત કરી હતી.
અહીં આ મુલાકાતમાં કંપની મુખ્ય કર્મચારીએ દુબેએ જણાવ્યું હતું કે, કર્મચારીઓને ટકાવી રાખવા માટે ઓછામાં ઓછું એક મહિના સુધી વેતન આપવું જરુરી છે. જ્યારે આ બાબતની જાણ નાણાપ્રધાનને થતા તેમણે મદદ માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આપને જણાવી દઈએ કે, જેટ એયરવેઝ હાલ પૈસાની તંગીના કારણે તેની ઉડાન ભરવામાં મુશ્કેલીઓની સામનો કરવો પડી રહ્યો છે.કંપનીએ માર્ચ મહિનામાં કોઈ પણ અધિકારીને વેતન આપ્યું નથી. દુબેએ કહ્યું હતું કે, કંપનીને તમામ કર્મચારીઓને એક મહીનાનું વેતન આપવા માટે ઓછામાં ઓછા 170 કરોડ રુપિયાની જરૂર છે.