ETV Bharat / bharat

પરપ્રાંતિય મજૂરો ઘરે ચાલીને ન જાય તે સુનિશ્ચિત કરવા ટ્રેન અને બસ સેવા ગોઠવો: KCR - પરપ્રાંતિય મજૂર માટે બસ અને ટ્રેનો ગોઠવાઈ

તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે તેમના અધિકારીઓને નિર્દેશ આપ્યો કે, ટ્રેન સેવાઓ ઉપલબ્ધ ન હોય તેવા કિસ્સામાં પરપ્રાંતિય કામદારો માટે બસની વ્યવસ્થા કરો અને ખાતરી કરો કે કોઈ પણ પરપ્રાંતીય કામદારને ચાલીને ઘરે પાછા ફરવાની ફરજ પડે નહીં.

K Chandrashekhar Rao
K Chandrashekhar Rao
author img

By

Published : May 22, 2020, 9:37 AM IST

હૈદરાબાદ: તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવે ગુરુવારે અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે, કોઈ કામદારને ચાલીને તેમના વતન જવું ન પડે તે માટે ટ્રેનો અને બસોની વ્યવસ્થા કરવામાં આવશે.

તેમણે મુખ્ય સચિવને સ્થળાંતર કામદારો માટે તેમના મૂળ સ્થળોએ પહોંચવા માટે ટ્રેનોની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. તેમણે સૂચન કર્યું હતું કે, ટ્રેન સેવાઓ ઉપલબ્ધ ન હોય તો બસો ગોઠવવામાં આવશે.

"મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે કે કોઈ પણ સ્થળાંતર કામદારને તેમના વતન પાછા ફરવાની કમનસીબ પરિસ્થિતિમાંથી પસાર થવું ન જોઈએ," તે નિવેદનમાં જણાવાયું છે.

રાવે કહ્યું હતું ,કે તેમની સરકાર પરપ્રાંતોને તેમના વતન સ્થળોએ પાછા લેવાની જવાબદારી લેશે. તેમણે પરપ્રાંતિય કામદારોને પણ તેમના ઘરે પગપાળા ન ફરવા અપીલ કરી હતી.

રાજ્યના મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન પ્રધાન કે ટી ​​રામા રાવે, અગાઉ કહ્યું હતું કે, રાજ્ય સરકારે વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરી હતી અને એક કરોડથી વધુ લોકોને ઘરે જવા માટે રૂપિયા કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.