નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યમાં વધારો થઈ રહ્યો છે. વાઈરસને ફેલાતો અટકાવવા ભારતીય સેનાએ પણ કમર કસી છે. સેના પ્રમુખે કહ્યુ હતું કે, કોરોના સામે 'ઑપરેશન નમસ્તે'ની શરૂઆત કરાઈ છે.
સેના પ્રમુખે જણાવ્યુ હતું કે, વાઈરસ સામેની લડાઈમાં સેનાનું કર્તવ્ય છે કે, તે સરકાર અને વહીવટીતંત્રની મદદ કરે. તેમણે ક્હ્યું કે, અત્યાર સુધી સેના કોરોના વાઈરસના સંક્રમણથી સુરક્ષિત છે. સેના ત્યારે જ લોકોની મદદ કરી શકશે જ્યારે જવાનો તંદુરસ્ત રહેશે. એટલા માટે સેના પણ સરકારની એડવાઈઝરીનું ચુસ્ત પણે પાલન કરી રહી છે.