નવી દિલ્હી: લદ્દાખના પેંગોગ ત્સો ઝીલ વિસ્તારમાં સંવેદનશીલ પરિસ્થિતી વચ્ચે સેના પ્રમુખ નરવણે લદ્દાખની મુલાકાતે છે.
પૂર્વ લદ્દાખમાં એક્ચ્યૂલ લાઈન ઓફ કન્ટ્રોલ પર ભારત અને ચીનની વચ્ચે ભારે તણાવની સ્થિતિ પેદા થઈ છે. ત્યારે આ દરમિયાન સેના પ્રમુખ એમ.એમ નરવણે ગુરુવારે સવારે લદ્દાખ પહોંચ્યા હતા. જ્યાં તેમણે સાઉથ પેંગોંગ સહિત અન્ય જગ્યાઓની હાલાત વિશે માહિતી મેળવશે. સૂત્રોનું કહેવું છે કે પૂર્વી લદ્દાખના બે દિવસીય પ્રવાસ પર આવેલા સેના પ્રમુખને શીર્ષ કમાન્ડર ક્ષેત્રની સ્થિતિથી અવગત કરાવશે.
આ પહેલા રક્ષાપ્રધાન રાજનાથ સિંહે મંગળવારે પૂર્વી લદ્દાખમાં સ્થિતિની વ્યાપક સમીક્ષા કરી હતી. આ ઘટના ક્રમમાં ચાલેલી બેઠકમાં વિદેશપ્રધાન એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, પ્રમુખ રક્ષા અધ્યક્ષ જનરલ બિપિન રાવત, સેના પ્રમુખ જનરલ એમ. એમ નરવણે, વાયુ સેના પ્રમુખ આર.કે.એસ ભદોરિયા સહિત અન્ય સામેલ થયા હતા.
છેલ્લા ઘણા સમયથી ભારત અને ચીન વચ્ચે સરહદ પર વિવાદ જોવા મળી રહ્યો છે. ભારતે એકવાર ફરી ચીનની ઘુષણખોરીની વાત કહી છે. ત્યારબાદ હવે સેના પ્રમુખે લદ્દાખમાં સ્થિતિની માહિતી મેળવી છે. અહીં નરવણેએ ઓપરેશનલ મુદ્દાઓ અને જમીનની સ્થિતિની સમીક્ષા કરી કરી. તો સરબદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે દિલ્હીમાં પણ બેઠકોનો દોર જારી છે.