ગૃહ મંત્રાલયના રિપોર્ટમાં જણાવાયું છે કે, અયોધ્યા કેસ અને ન્યાયાલયના ચુકાદા મુદ્દે ત્રણ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવશે અને ટીમનું નેતૃત્વ એડિશનલ સેક્રેટરી જ્ઞાનેશ કુમાર કરશે.
ગત વર્ષ 9 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના સંદર્ભમાં આ નિર્ણય મહત્વનો માનવામાં આવે છે. સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યામાં વિવાદીત જમીન પર મંદિર નિર્માણ અંગેની દુવિધાનો અંત આવ્યો છે.
જ્ઞાનેન્દ્ર કુમારના નેતૃત્વમાં હવે ગૃહ મંત્રાલયનો આ નવો વિભાગ અયોધ્યા સાથે જોડાયેલા મુદ્દા પર દેખરેખ રાખશે.