કલકત્તાઃ CAAના સમર્થનમાં આયોજીત એક રેલી સહિત અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવા માટે કલકત્તા પહોંચેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિરુદ્ધ ડાબેરી અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પ્રદર્શન કર્યું હતું.
સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ગેટ નંબર-1 બહાર શાહને કાળા ધ્વઝ બતાવવામાં આવ્યા હતા. આ દરમિયાન પ્રદર્શનકારિઓએ 'અમિત શાહ ગો બેક'ના નારા પણ લગાવ્યા હતા. આ પ્રદર્શનમાં મહિલાઓએ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો.
ગૃહ પ્રધાન શાહે આ પ્રવાસમાં નાગરિક્તા સંશોધન કાયદાના સમર્થનમાં આયોજીત એક રેલીને સંબોધન કર્યું અને એક વખત ફરી લોકોનો ભ્રમ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ પ્રસંગે ભાજપની રાજ્ય એકમે સંસદમાં નાગરિક્તા બિલ પાસ કરવા માટે ગૃહ પ્રધાનને શુભેચ્છઆ પાઠવી હતી. આ રેલીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ સામેલ થયા હતા.
મળતી માહિતી મુજબ, મોડી સાંજે અમિત શાહ પ્રદેશ ભાજપ નૈતૃત્વ સાથે બંધ બારણે બેઠક કરી શકે છે. આ બેઠકમાં પાર્ટીના તમામ સાંસદો અને ધારાસભ્યોને પણ બોલાવવામાં આવ્યા છે. ચર્ચાઈ રહ્યું છે કે, આ બેઠકમાં કોર્પોરેટ ચૂંટણી અને વિધાનસભા ચૂંટણી માટે રણનીતિ બનાવવામાં આવશે.