દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં શાહે લેફ્ટ વિચારઘારા વાળા બુદ્ધિજીવીઓ પર ઈશારો કરતા કહ્યું કે, ટુકડે ટુકડે ગેંગને હરાવવાનો સમય આવી ગયો છે.
શાહે કહ્યું કે, કોંગ્રેસ સહિત વિપક્ષ CAA પર ભ્રમ ફેલાવી રહી છે.
દિલ્લીમાં ઓયોજિત CAA વિરોધના પ્રદર્શનોમાંથી કેટલાક પ્રદર્શનો જામિયા મિલિયા ઈસ્લામિયા અને સીલમપુર જેવા વિસ્તારમાં હિંસક બન્યા હતા.
ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, દિલ્હીમાં કેજરીવાલ સરકારનો સમય સમાપ્ત થઇ ગયો છે. દિલ્હીમાં ભાજપનું કમળ ખિલશે.
ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, દિલ્હીએ ભાજપને 7 સાંસદ આપ્યા છે. દિલ્હીના વિકાસ માટે આગામી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જીતાડવાનો સમય છે.
શાહે કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું કે, APP સરકારે કેન્દ્રની યોજનાઓમાં અવરોધ ઉભો કર્યો છે.
શાહે આરોપ લગાવ્ચો કે, કેજરીવાલ પ્રધાનમંત્રી આવાસ યોજના અને આયુષ્માન યોજના લાગુ જ નથી કરી.
ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષે દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.