મળતી માહિતી મુજબ, ગૃહપ્રધાન અમિત શાહે ગિરિરાજ સિંહને ફોન કરી ઠપકો આપ્યો છે અને આવા નિવેદનો આપવાની મનાઇ પણ ફરમાવી છે. પોતાના નિવેદનો માટે હંમેશા એક ચર્ચાનો વિષય બની રહેતા બેગુસરાયના સાંસદ ગિરિરાજ સિંહે પોતાના જ નેતાઓના દાવત-એ-ઇફ્તારમાં જવા બાબતે કટાક્ષ કર્યો હતો.

તેમણે લોજપા અધ્યક્ષ રામવિલાસ પાસવાન દ્વારા સોમવારે આયોજિત ઇફ્તાર પાર્ટીના 4 ફોટા ટ્વીટ કર્યા. જેમાં મુખ્યપ્રધાન નિતીશ કુમાર અન્ય નેતાઓ સાથે જોવા મળી રહ્યા છે.

આ ચાર ફોટા સાથે તેમણે લખ્યું હતું કે, "આ ફોટો વધુ સુંદર બની જાત, જો આ ફોટો નવરાત્રી પર ફળઆહાર કરતા સમયનો હોત તો ? આપણા કર્મ ધર્મમાં આપણે પાઠળ રહીએ છીએ અને દેખાવો કરવામાં આગળ"
ઇફ્તાર પાર્ટીમાં કેન્દ્રીય પ્રધાન ગિરીરાજ સિંહના ટ્વીટ પર મુખ્યપ્રધાન નીતીશ કુમારે કહ્યું કે આ બધુ તેઓ મીડિયામાં છવાયેલા રહેવા કરે છે. તો ઉપમુખ્યપ્રધાન સુશીલ મોદીએ કહ્યું કે નીતિશ કુમાર ઇફ્તાર પણ કરે છે અને છઠ્ઠ પૂજા પણ..