17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ છે. એઈમ્સ હોસ્પિટલમાં સ્વચ્છતા અભિયાન થકી સેવા સપ્તાહની ઉજવણી શરુ કરાઈ છે. હોસ્પિટલમાં સાફ સફાઈ ઉપરાંત દર્દીઓેને ફુડ પેકેટ્સનું વિતરણ કરાયુ હતું.
'સેવા સપ્તાહ'ની ઉજવણીના ભાગરૂપે એઈમ્સ હોસ્પિટલમાં કામ કરતાં કર્મચારી સાથે પણ ગૃહપ્રધાન અમિત શાહે મુલાકાત કરી હતી.
'સ્વચ્છતા હી સેવા'ના ઉદ્દેશ્ય સાથે સેવા સપ્તાહ કાર્યક્રમનું આયોજન થયુ છે. આ ઉજવણી સાત દિવસ સુધી ચાલશે.