- બંગાળ ચૂંટણી માટે ભાજપની રણનીતિ તૈયાર
- અમિત શાહે તૈયાર કરી ‘ફૉર્મ્યૂલા 23’
- 294 બેઠકમાંથી 200 બેઠક જીતવા ભાજપનું લક્ષ્યાંક
નવી દિલ્હીઃ ગૃહપ્રધાન અમિત શાહે બંગાળ માટે મિશન 200નું લક્ષ્યાંક પ્રદેશ સમક્ષ રાખ્યું છે. 294 સીટની વિધાનસભામાં 200 સીટ જીતવાનું લક્ષ્યાંક મોટું છે. પરંતુ શાહે તેના માટે ‘ફૉર્મ્યૂલા 23’ તૈયાર કરી છે, તો આવો જાણીએ શું છે આ ‘ફૉર્મ્યૂલા 23’.
કાર્યકર્તાઓની સંખ્યામાં વધારો કરાશે
ભાજપનું ફોકસ કાર્યકરોની સંખ્યાના વધારા પર છે. કાર્યકર્તા ઘરે-ઘરે જઇને લોકોને નમો એપ ડાઉનલોડ કરવા માટે પ્રોત્સાહિત કરશે. ઍપના માધ્યમથી મોદી સરકારની ઉપલબ્ધિઓ અને વાસ્તવિક રૂપમાં કેન્દ્ર સરકાર રાજ્યો માટે શું-શું કાર્ય કરી રહી છે તેની જાણકારી આપવામાં આવી રહી છે.
એ, બી અને સી, ડી કેટેગરી જેમાં સૌથી વધુ મહેનત કરવાની જરૂર ડી કેટેગરી પર હોય છે. જેમાં કાર્યકર્તાઓને લક્ષ્ય આપીને પોતાનું કામ સોંપવામાં આવે છે. સી કેટેગરીમાં બૂથો પર પાર્ટીના પદાધિકારીઓને જવાબદારી સોંપવામાં આવે છે અને તેમને લક્ષ્યાંક આપવામાં આવે છે કે, સી કેટેગરી બૂથ તેઓ એ કેટેગરી લાવે.
બૂથ પદાધિકારીઓનો નંબર મુખ્યાલયમાં નક્કી કરાશે
બધા બૂથ પદાધિકારીઓનો નંબર ભાજપ મુખ્યાલયમાંથી અપડેટ કરવામાં આવે છે અને સમયાંતરે હેડ ક્વાટર તેમની પાસેથી રિપોર્ટ માગતું રહે છે. દરેક બૂથ પર એક અથવા તો બે સભ્યોને પૂરી રીતે ડેડીકેટ કરવામાં આવે છે.
આ જવાબદારી સોંપવામાં આવે છે કે, તેઓ ઓછામાં ઓછા 6 કાર્યક્રમનું આયોજન પોતાના બૂથ પર કરે, જેમાં વડાપ્રધાન મોદીની મન કી બાત કાર્યક્રમ લોકોની સાથે સાંભળવાનું પણ આયોજન કરવામાં આવે છે. સાથે જ ભારતીય જનતા પાર્ટીના દરેક બૂથ પર કેટલા મતદાતા પાસે સ્માર્ટ ફોન છે, જેવી બાબતોની જાણકારી રાખવામાં આવે છે.
જેપી નડ્ડા અને અમિત શાહ મહિનાના 8 દિવસ વિતાવશે
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા પણ બંગાળ માટે કાર્યક્રમ તૈયાર કર્યા છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર બંગાળ માટે પાર્ટીના રણનીતિકાર અમિત શાહ જાન્યુઆરી 2021થી દરેક મહિને ઓછામાં ઓછા 8 દિવસ બંગાળમાં વિતાવશે, જ્યાં સુધી ચૂંટણી પૂર્ણ ન થાય.
વર્ષ 2014માં ‘મેરા બૂથ સબસે મજબૂત’થી મળી હતી સફળતા
ભાજપ જ્યારે 2014માં લોકસભા ચૂંટણીની તૈયારી કરી હતી અને નરેન્દ્ર મોદીને અભિયાન કમિટીના અધ્યક્ષ બનાવ્યા બાદ વડાપ્રધાનને ઉમેદવાર બનાવવામાં આવ્યાહ હતા. ત્યારથી ભારતીય જનતા પાર્ટીના તત્કાલીન અધ્યક્ષ અમિત શાહે બૂથ લેવલ પર સમગ્ર દેશમાં પાર્ટીને મજબૂત બનાવવાની તૈયારી શરૂ કરી દીધી હતી. ત્યારે નામ રાખવામાં આવ્યું હતું ‘મેરા બૂથ સબસે મજબૂત’.
ત્યારબાદ કેટલાંક રાજ્યોની ચૂંટણી માટે અમિત શાહે આ ફૉર્મ્યૂલા અપનાવી હતી. એટલું જ નહીં 2014માં ચૂંટણી જીત્યા બાદ પણ શાહ જ્યા સુધી અધ્યક્ષ રહ્યા ત્યા સુધી અનેક રાજ્યોમાં બૂથ લેવલ પર આ કાર્યક્રમોને ચલાવવામાં આવી રહ્યા હતા અને 2019માં ભાજપને 2014થી વધારે બેઠકો મળી હતી.