લોકસભા ચૂંટણી-2019માં BJP વિરુદ્ધ ઉભા રહેવા માટે સમાજવાદી પાર્ટી અને બહુજન પાર્ટીએ ગઠબંધન કર્યુ હતું. હવે બંને પાર્ટી વચ્ચે સીટની વહેંચણી કરી દેવામાં આવી છે. જેમાં બસપાને વધારે સીટ મળી છે. બાગપત., મથુરા અને મુજ્જફરપુરની સીટ બંને પાર્ટીએ છોડી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ 3 સીટ RLDના ખાતામાં ગઇ છે.
પશ્ચિમ યુપીની સીટ પરથી બસપા ચૂંટણી લડશે, તો રુહેલખંડ અને મૈનપુરીની આસપાસની બેઠકો સપાના ખાતામાં ગઈ છે. જો કે બંને પાર્ટીઓને દરેક વિભાગની સીટો મળી છે. લોકસભાની 80 સીટમાંથી અનુસૂચિત જાતિમાં સમાવવામાં આવતી 17 સીટમાંથી 7 પર સપા ચૂંટણી લડશે, બાકી 10 પર બસપા ચૂંટણી મેદાનમાં ઉતરશે.
સપા અને બસપાએ લોકસભાની 80 સીટમાંથી 38-38 સીટ પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી, પરંતુ અખિલેશ યાદવે પોતાની એક સીટ RLDને આપી દીધી છે. આ સિવાય રાયબરેલી અને અમેઠી પરથી કોંગ્રેસ વિરુદ્ધ કોણ ઉભું રહેશે તેની જાહેરાત કરવામાં આવી નથી.