સ્વાર સીટથી ચૂંટણી લડ્યા અબ્દુલા
અબ્દુલા આઝમ સપા સાંસદ આઝમ ખાનના નાના દિકરા છે. 2017માં યુપી વિધાનસભા ચૂંટણીમાં અબ્દુલાએ પેહલી વાર ચૂંટણી લડી હતી. અબ્દુલાએ રામપુર વિસ્તારની સ્વાર વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી અને જીત્યા હતા.
50થી પણ વધુ મતથી જીત્યા હતા અબ્દુલા
2017ની વિધાનસભા ચૂંટણીમાં જ્યાં સમગ્ર યુપીમાં ભાજપની લહેર ચાલી રહી હતી, ત્યાં રામપુરમાં આઝમ ખાન અને તેમના દિકરા અબ્દુલા બંને પોતાની સીટ જીતવામાં સફળ રહ્યા હતા. અબ્દુલા આઝમે ભાજપના લક્ષ્મી સૈનીને 20 હજારથી પણ વધુ મતથી હરાવ્યા હતા. જ્યારે બીએસપીના નવાબ કાઝિમ અલી ત્રીજા નંબરે રહ્યા હતા.