આ બેઠક દરમિયાન વિપક્ષી દળોએ કહ્યુ હતું કે, આ સત્રમાં બેરોજગારી, મંદી, કૃષિસંકટ અને પ્રદુષણ જેવા મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા થવી જોઈએ. તેમજ સદનમાં વિપક્ષી દળોને તેમની રજૂઆત કરવાની તક મળવી જોઈએ.
આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. મિટીંગ પછી તેમણે ટ્વીટ કરીને કહ્યુ હતું કે,' આજે સાંજે પાર્ટીના નેતાઓ અને સાંસદોની સાથે વાતચીત થઈ છે. અમે સંસદના નવા સત્ર માટે ઉત્સાહીત છીએ. જ્યાં પ્રજાલક્ષી વિકાસ માટેની ચર્ચા કરાશે.'
બેઠક પછી લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યુ હતું કે,' વિભિન્ન પક્ષોના નેતાઓએ જે મુદ્દા ઉઠાવ્યા હતા તે અંગે કાર્ય મંત્રણા સમિતિ સાથે ચર્ચા કર્યા બાદ સંસદની કાર્યવાહીમાં સમાવેશ કરાશે'