પટનાઃ સોમવારે બિહાર વિધાનસભાનું એક દિવસીય ચોમાસું સત્ર રાજધાનીના સમ્રાટ અશોક કન્વેન્શન સેન્ટરના જ્ઞાન ભવનમાં યોજાયું હતું. આ દરમિયાન સત્રમાં અભિનેતા સુશાંત સિંહ આત્મહત્યાના કેસને લઇ હંગામો થયો હતો. રાજનૈતિક દળોએ એક જ સૂરમાં CBI તપાસની માગ કરી હતી. જો કે, મુંબઇ પોલીસે કાર્યપ્રણાલી પર સવાલ ઉઠ્યા છે.
- બધી જ પાર્ટીઓએ CBI તપાસની માગ કરી
સુશાંત સિંહ આત્મહત્યા મામલાને લઇને બિહાર વિધાનસભામાં હંગામો થયો હતો. ચાલુ સત્ર દરમિયાન તમામ રાજનૈતિક દળોએ CBI તપાસની માગ કરી હતી. જે રીતે આ ઘટનાને મુંબઇ પોલીસ તપાસ કરી રહી છે તેના પર સવાલ ઉઠ્યા છે.
- આરોપીઓના નિવેદન માટે કાર્યવાહી કરી રહી છે મુંબઇ પોલીસ
કૃષિ પ્રધાન પ્રેમ કુમારે કહ્યું કે, સુશાંત સિંહ હત્યાકાંડ મામલે મુંબઇ પોલીસ પર સતત સવાલ ઉઠી રહ્યા છે. 45 દિવસ વિત્યા છતા પણ પોલીસને કઇ હાથ લાગ્યું નથી. સમગ્ર ઘટનાની તપાસમાં CBI સાથે કરાર કરવાની વકાલત કરું છું.
સૂચના અને જનસંપર્ક પ્રધાન નીરજ કુમારે કહ્યું કે, કાનૂનને ક્વોરેન્ટાઇન કરી શકાય નહીં. જે રીતે મુંબઇ પોલીસ કામ કરી રહી છે, તેનાથી સાબિત થઇ રહ્યું છે કે દાળમાં કઇંક કાળું છે. સુશાંત સિંહ બિહારનો પુત્ર છે અને બિહાર પોલીસ આ મામલાની તપાસ ઉંડાણ પૂર્વક કરે, કોઇ ભ્રમમાં ના રહે.
- કેન્દ્રને પ્રસ્તાવ મોકલવામાં આવે
આરજેડી નેતા લલિત યાદવે કહ્યું કે, મુંબઇ પોલીસ લાઇફ ઑન એક્શન પર હું કઇ પણ નહીં કહું, પરંતુ આ મામલાની તપાસ CBI કરે તેવી મારી ઇચ્છા છે.
આ ઉપરાંત કોંગ્રેસ નેતા અવધેશ પ્રસાદ સિંહે કહ્યું કે, અમે વિધાનસભા અધ્યક્ષને કહ્યું કે, સર્વની સંમતિની કેન્દ્રને એક પ્રસ્તાવ મોકલવો જોઇએ. જેમાં CBI તપાસની માગ કરવામાં આવે.