પાંચેય તબક્કાનું કુલ મતદાન
તબક્કો | મતદાન | તારીખ | સીટ |
પ્રથમ તબક્કો | 62.87 | 30 નવેમ્બર | 13 |
બીજો તબક્કો | 62.40 | 7 ડિસેમ્બર | 20 |
ત્રીજો તબક્કો | 61.93 | 12 ડિસેમ્બર | 17 |
ચોથો તબક્કો | 62.46 | 16 ડિસેમ્બર | 15 |
પાંચમો તબક્કો | 70.83 | 20 ડિસેમ્બર | 16 |
ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં પાંચમાં તબક્કાનું મતદાન આજે પૂર્ણ થયું છે. જ્યાં 16 સીટો પર 70.83 ટકા મતદાન નોંધાયું છે. પ્રથમ તબક્કામાં 13 સીટ પર 62.87 ટકા, બીજા તબક્કામાં 62.40 ટકા મતદાન, ત્રીજા તબક્કામાં 61.93 ટકા, ચોથા તબક્કામાં 62.46 ટકા મતદાન નોંધાયું છે.
ઝારખંડમાં વિધાનસભાની 81 સીટો પર મતદાન થઈ ગયું છે. તમામ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં કેદ થઈ ગયા છે. આ ચૂંટણીનું પરિણામ 23 ડિસેમ્બરે આવશે.
હાલમાં જોઈએ તો ઝારખંડમાં રઘુવર દાસના નેતૃત્વમાં ભાજપની સરકાર સત્તા પર છે. આ વખતે રઘુવરદાસની સામે સરકાર બચાવવાનો પડકાર છે. તો વિપક્ષ પણ સત્તા પર વાપસી કરવા થનગની રહ્યું છે.
ઝારખંડમાં વિધાનસભાની તમામ 81 સીટ માટે પાંચ તબક્કામાં જોઈએ તો, પ્રથમ તબક્કો 30 નવેમ્બર, બીજો તબક્કો 7 ડિસેમ્બર, ત્રીજો તબક્કો 12 ડિસેમ્બર, ચોથો તબક્કો 16 ડિસેમ્બર અને પાંચમો તબક્કો 20 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું.
ઝારખંડમાં 81 સીટોમાંથી 9 સીટ અનુસૂચિત જાતિ તથા 28 સીટ અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખેલી છે.
ચૂંટણી પંચે ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે 29 હજાર 464 બૂથ બનાવ્યા હતા.
ઝારખંડમાં આ વખતે ચૂંટણીના મેદાનમાં ભાજપ, જેવીએમ, બીએસપી, આજસૂ, જેએમએમ, એઆઈટીસી, કોંગ્રેસ, સીપીઆઈએમ, સીપીઆઈ, અને આરજેડી જેવી પાર્ટીઓ ઉપરાંત અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. ઝારખંડમાં 5 જાન્યુઆરી 2020ના રોજ વિધાનસભાનો કાર્યકાળ ખતમ થાય છે.