મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે, મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરેની સરકારને પાડવાનો સવાલ ઉભો થતો જ નથી. તેમણે કહ્યું કે, ભાજપ સરકાર તેને પાડવાનો પ્રયાસ નહીં કરે. કારણ કે, મહાગઠબંધનમાં વિરોધાભાસને કારણે સરકાર પોતે જ પડી જશે.
ફડણવીસનું આ નિવેદન ભાજપના અગાઉના નિવેદનોથી કંઈક અલગ હતું. આ નિવેદન ઉદ્ધવ ઠાકરે દ્વારા છેલ્લા સાત મહિનામાં ત્રણ પક્ષોના ગઠબંધન દ્વારા રચાયેલી સરકારને ડિસઓલ કરવા અને હટાવવાની યોજનાઓથી કંઇક અલગ હતું.
આ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવાર ઉદ્ધવ ઠાકરેને બાંદ્રા સ્થિત તેમના નિવાસસ્થાન માતોશ્રીમાં મળ્યા હતા. કોરોના સંકટના સમયમાં, જ્યારે મોટાભાગના નેતાઓ એકબીજાને મળવાનું ટાળી રહ્યા છે, ત્યારે વરિષ્ઠ નેતા પવાર મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા.
જો કે, આ બેઠક અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. પરંતુ સૂત્રોએ દાવો કર્યો છે કે, મુંબઈમાં 12 નાયબ પોલીસ કમિશનરની બદલીના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ગત સપ્તાહે, મુંબઈ કમિશનરે ગૃહ પ્રધાન અનિલ દેશમુખની સલાહ લીધા પછી જ આ બદલીઓની ઘોષણા કરી હતી.અનિલ દેશમુખ એનસીપીના છે. આ પછી શિવસેનાએ આરોપ લગાવ્યો કે મુખ્ય પ્રધાનને અંધારામાં રાખીને પ્રોટોકોલ ભંગ કર્યું છે. જે બાદ તમામના ટ્રાન્સફર ઓર્ડર રદ કરવામાં આવ્યા હતા.
માત્ર ચાર દિવસ પહેલા જ, અહમદનગર જિલ્લાના ચાર સ્થાનિક શિવસેના કાઉન્સિલરો પાર્ટી છોડીને અજિત પવારની હાજરીમાં એનસીપીમાં જોડાયા હતા. અજિત પવાર નાયબ મુખ્યપ્રધાન છે અને એનસીપીમાં તેઓ બીજા નંબર પર સ્થાન ધરાવે છે.
શિવસેનાએ પણ આ મુદ્દે જવાબ આપ્યો હતો. શિવસેનાએ થાણે જિલ્લાની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપને ટેકો આપ્યો હતો. મહાગઠબંધનના સહયોગીઓ વચ્ચે મોટું અંતર છે, જે સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. કોંગ્રેસ અને એનસીપીના પ્રધાનોની સૌથી સામાન્ય ફરિયાદો એ છે કે ઉદ્ધવ ઠાકરે ભાગ્યે જ તેમને મળે છે.
કોંગ્રેસના પ્રધાનોઓએ અનેક વખત આ અંગે સંકેત આપ્યા છે. જૂનના અંતિમ સપ્તાહમાં, કોંગ્રેસના પ્રધાનોએ મીડિયામાં અભિયાન ચલાવ્યું હતું કે, તેઓ મુખ્યપ્રધાનને મળવા માટે સમય માંગે છે અને ઉદ્ધવ ઠાકરેના નિવાસ્થાને તેઓ મળવા ગયા હતા, કારણ કે મુખ્ય પ્રધાન ભાગ્યે જ મંત્રાલયની મુલાકાત લે છે.
ઉદ્ધવ ઠાકરે તેમના જીવનકાળમાં ન તો ચૂંટણી લડ્યા છે કે ન તો પાર્ટીની બહાર કોઇ પદ સંભાળ્યું છે. ઉદ્ધવ ઠાકરે વહીવટમાં સંપૂર્ણ રીતે સક્ષમ છે. આ કારણોથી મુખ્ય પ્રધાન અને તેમના પ્રધાનમંડળના સહયોગીઓ વચ્ચે ઘણા તકરાર થઈ રહ્યા છે.
શિવસેનાએ પણ મહારાષ્ટ્ર સરકારમાં કોઈ મતભેદ હોવાની અટકળો ફગાવી દીધી હતી. શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે, જો સરકારની અસ્થિરતા વિશે કોઈ અફવાઓ ફેલાવતું હોય તો એ તેમનાં પેટનો દુખાવો છે.વાસ્તવમાં આવી અફવા ઉડવાનું કારણ એ હતું કે, ઠાકરેનાં નિવાસે જતાં પહેલાં પવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે પણ બેઠક કરી હતી. આ બેઠકમાં પવાર સાથે પ્રફુલ પટેલ પણ હાજર રહ્યા હતા. જો કે પટેલે આ બેઠકનું વિશેષ મહત્ત્વ નકારતા તેને ખાલી શુભેચ્છા મુલાકાત ગણાવી હતી.