ચેતજો, ફેસબુક અને ટ્વીટર પરથી મેળવેલા ન્યુઝ ફેક પણ હોઈ શકે છે...
નોવેલ કોરોના વાઇરસની ભરમાર વચ્ચે આજકાલ ફેક ન્યુઝની પણ ભરમાર છે અને એક અભ્યાસ મુજબ જ્યાંથી તમને ફની મીમ્સ અને કાર્ટુન્સ મળી આવે છે એ જ જગ્યાએથી મળેલા ન્યુઝ પર જો તમે આસાનીથી વિશ્વાસ કરી લો છો તો તમારે તેની મોટી કીંમત ચુકવવી પડી શકે છે.
ઓહીયો સ્ટેટ યુનિવર્સીટીનાના સંશોધનકર્તાઓની ટીમના કહેવા પ્રમાણે, જ્યારે એક વ્યુઅર સામે સમાચારોની ભરમાર હોય ત્યારે વ્યુઅર તેના સ્ત્રોતને ચકાસવાની ઓછી તસ્દી લે છે. આ ઉપરાંત આ ટીમનુ સંશોધનના અંતે એવું પણ માનવું છે કે લોકો સોશીયલ મીડિયા સાઇટ્સ પર સમાચારો અને એન્ટટેઇનમેન્ટને એક સાથે જુએ છે અને પરીણામે જે માહિતી તેમની સામે આવે છે તે માહિતીની સત્યતા ચકાસવાનો પ્રયત્ન લોકો ભાગ્યે જ કરે છે એટલે કે સમાચારોની હકીકતો અને ફીક્શનમાં ભેદ કરવામાં ચુક થવાની શક્યતા વધી જાય છે.
ઓહિયો સ્ટેટ યુનિવર્સીટીના કોમ્યુનીકેશન ડીપાર્ટમેન્ટના સીનીયર લેક્ચરર અને રીસર્ચ એસોસીએટ અને આ અભ્યાસના લેખક, જ્યોર્જ પીઅર્સન કહે છે, “કેટલાક સંશોધનના અંતે એવા તારણ પર આવી શકાય કે જ્યારે લોકો ફેસબુક અને ટ્વીટર જેવી સોશીયલ મીડિયા સાઇટ્સને સમાચારો મેળવવાનું માધ્યમ બનાવે છે ત્યારે તેની સત્યતાને લઈને કેટલાક જોખમ વધી જતા હોય છે.”
પીઅર્સન વધુમાં એમ પણ ઉમેરે છે કે, “આપણે આવી સોશીયલ મીડિયા સાઇટ્સ તરફ એટલા માટે પણ દોરાયા છીએ કારણકે આ સાઇટ્સ આપણા માટે ન્યુઝ મેળવવા માટેની, આપણા મીત્રો કે પરીજનોના રોજીંદા જીવનની અપડેટ મેળવવા માટેની કે પછી મીમ્સ અને કાર્ટુન મેળવવા માટેની વન-સ્ટોપ સોપ બની ગઈ છે.”
લોકો આ સામગ્રીને ન્યુઝ અને એન્ટટેઇનમેન્ટ જેવી બે અલગ અલગ કેટેગરીમાં જુએ તો છે તેમ છતા બંન્ને અલગ અલગ મુલવી શકતા નથી, બંન્નેમાં કોઇ ફર્ક જોતા નથી.
‘ન્યુ મીડિયા & સોસાયટી’ નામની જર્નલમાં છપાયેલા સંશોઘનમાં પીઅર્સન કહે છે, “માહિતીની ભરમાર આપણી સામે હોવાથી આપણને દરેક સામગ્રી એકસમાન લાગે છે. કઈ સામગ્રીને ગંભીરતાથી લેવી અને કઈ સામગ્રી એન્ટટેઇનમેન્ટ ન્યઝ છે એ ઓળખવુ એવા સમયે મુશ્કેલ બની જાય છે.” આ બાબતને વધુ સારી રીતે સમજાવવા માટે પીઅર્સને ઉદાહરણરૂપે એક કાલ્પનીક સોશીયલ મીડિયા સાઇટ ‘લાઇક મી’ પણ બનાવી છે.
370 પાર્ટીસીપન્ટ્સને બે થી ચાર પોસ્ટ સાથેના ચાર વેબપેજ બતાવવામાં આવ્યા. દરેક પોસ્ટમાં હેડલાઇન સાથે એ જ મુદ્દાનું વર્ણન કરતો એક નાનો ફકરો અને તે જ પોસ્ટને લગતી માહિતી આપવામાં આવી.
આમાંની કેટલીક પોસ્ટની વિશ્વસનીયતા વધુ તો કેટલીક પોસ્ટની વિશ્વસનીયતા ઓછી રાખવામાં આવી.
બધી જ પોસ્ટ ન્યુઝ આર્ટીકલ અથવા પબ્લીક સોશીયલ મીડિયા પોસ્ટ પર આધારીત હતી. આ પોસ્ટને રેડડીટ અથવા ટમ્બલર પરથી લેવામાં આવી હતી.
પરીણામ એ આવ્યું કે જ્યારે આ પોસ્ટને અલગ અલગ ટોપીકમાં દર્શાવવામાં આવી નહતી, એટલે કે ન્યુઝ અને એન્ટટેઇનમેન્ટની પોસ્ટને એક જ વેબપેજ પર બતાવવામાં આવી હતી ત્યારે પાર્ટીસીપન્ટ્સે આ સામગ્રીના સ્ત્રોતને ચકાસવાની ગંભીરતા દાખવી ન હતી.
પીસર્સનના કહેવા પ્રમાણે, “સ્ત્રોતની વિશ્વસનીયતા ચકાસવા માટે તેમણે માહિતીની ચકાસણી કરવાનું ટાળ્યુ હતુ.”
આ જ કારણ હોઈ શકે છે કે લોકો દ્વારા વ્યંગાત્મક અને અન્ય પ્રકારના સમાચારોને સાચા માની લેવામાં આવે છે અને તેને અન્ય લોકો સુધી સમાચારોના સ્વરૂપમાં પહોંચાડવામાં પણ આવે છે.
જો સોશીયલ મીડિયા કંપની માહિતીની સત્યતાની ચકાસણી માટે કોઈ ટુલ તૈયાર કરે તો આ સમસ્યાનો ઉકેલ મળી શકે છે.
પરંતુ ત્યાં સુધી તો જે તે યુઝર્સ પર જ આધાર રાખવો રહ્યો કે તે સમાચારોના સ્ત્રોતને ચકાસવામાં વધુ ગંભીરતા દાખવે.