ETV Bharat / bharat

ભારત-ચીન વિવાદઃ હિમાચલમાં સુરક્ષા એજન્સીઓને પણ એલર્ટ જાહેર

author img

By

Published : Jun 17, 2020, 11:52 AM IST

ભારત અને ચીનની વચ્ચે થયેલા વિવાદે હવે હિંસક રુપ ધારણ કર્યું છે. લદ્દાખની ગલવાન ઘાટીમાં સોમવારની રાત્રે થયેલી ઝડપ બાદ ભારત અને ચીનના સંબંધોમાં ભારે તણાવ આવ્યો છે. જે બાદ ચીન સીમાની નજીક હિમાચલમાં સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે.

Etv Bharat, Gujarati News, Alert to security agencies in Kinnaur and Lahaul amidst Indo-China tension
Alert to security agencies in Kinnaur and Lahaul amidst Indo-China tension

શિમલાઃ ભારતીય અને ચીની સેનાના સૈનિકોની વચ્ચે પૂર્વી લદ્દાખમાં લગભગ 17,000 ફીટ ઉંચી ગલવાન ઘાટીમાં સોમવારે રાત્રે થયેલી હિંસક ઝડપે એક ઘાતક રુપ લીધું છે.

જોકે, સીમા પર ભારત અને ચીની સેનાઓ વચ્ચે થયેલી ઝડપમાં 20 ભારતીય સૈનિકો શહીદ થવાની માહિતી મળી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીનના 43 સૈનિકોના આકસ્મિકના સમાચાર સામે આવ્યા છે.

ભારત અને ચીનની વચ્ચે હિંસક ઝડપ બાદ હિમાચલના કિન્નૌર અને લાહૌલ સ્પીતિમાં સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે. પોલીસ મુખ્યાલય તરફથી બંને જિલ્લાના પોલીસ અધિક્ષકને અતિરિક્ત સાવધાની તેમજ ધ્યાન રાખવાના નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.

બંને જિલ્લા કિન્નૌર અને લાહૌલ સ્પીતિમાં પ્રશાસનને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. કિન્નૌરના 14 ગામ ચીનની સીમાને લાગુ પડે છે. એવામાં ગ્રામિઓને બોર્ડર વિસ્તારની નજીક જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તો સીમા પર સેના અને આઇટીબીપીએ મોર્ચો સંભાળ્યો છે.

વધુમાં જણાવીએ તો હિમાચલની લગભગ 50 કિલોમીટર સીમા ચીનને લાગે છે. એવામાં ભારત-ચીની સૈનિકોની વચ્ચે ઝડપ બાદ સાવચેતી સીમા પર સાવધાની વધારવામાં આવી છે.

પાકિસ્તાનથી કારગિલ યુદ્ધમાં મનાલી-લેહ માર્ગે સેનાને રસદ અને ગોળા-બારુદ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે જ્યારે સીમા પર વિવાદ છે તો સેના તો એલર્ટ પર છે જ સાથે સુરક્ષા એજન્સીઓેને પણ એલર્ટ પર રાખવામાં આવી છે. આઇબી તેમજ આર્મી ઇન્ટેલિજેન્સ જેવી કેન્દ્રીય એજન્સીઓ વિસ્તાર પર નજર રાખી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.