ઉલ્લેખનીય છે કે, પ્રથમ ભાજપમાં જોડાય બાદ અજિત પવારે બુધવારના રોજ રાજીનામું આપ્યું હતુ. તે બાબત પર કહ્યું કે, તેઓ તેમની પાર્ટીમાં જ રહેશે અને તે વિશે કોઈ જ અટકળો લગાવવાની જરૂરીયાત નથી. બીજી તરફ અજિત પવાર સાથે જવાનો નિર્ણય ખરો હતો કે, ખોટો આ પ્રશ્ર પર ફડણવીસે કહ્યું કે, યોગ્ય સમય આવવા પર તેઓ આ બાબતનો જવાબ આપશે.
અજિત પવારે કહ્યું કે, 'હાલ મારી પાસે કહેવા માટે કંઈજ નથી, હું યોગ્ય સમયે કહીશ. મેં પહેલા જ કહ્યુ હતું તે હું NCPમાં હતો અને તેમાં જ રહીશ. અફવાઓ ફેલાવવાની કોઈ જરુર નથી'.
પોતાના કાકા અને NCP અધ્યક્ષ શરદ પવારના સિલ્વર ઓકના નિવાસસ્થાન પર મંગળવારે મોડી રાત્રે તેના જવા વિશે અજિત પવારે કહ્યું કે, 'પોતાના નેતાને મળવાનો મારો અધિકાર છે'
પુણેની બારામતી બેઠક પરથી 1.65 લાખ મતોના અંતરથી વિધાનસભા ચૂંટણી જીતનાર NCP ધારાસભ્યે પોતાની પાર્ટી અને પરિવારને શનિવારના રોજ તે સમયે આશ્ચર્યચકિત કરી દીધા હતા જ્યારે તેમણે ભાજપ સાથે હાથ લંબાવ્યો હતો અને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વવાળી સરકારમાં નાયબ મુખ્યપ્રધાન બન્યા હતા.
તેમના આ વલણને લઈ તે જ દિવસે NCPએ તેમને તેમના વિધાનસભા પક્ષના નેતા પદથી દૂર કર્યા હતા. જો કે તેઓ પાર્ટીનો સભ્ય બની રહ્યા.
અજિત પવારે મંગળવારના રોજ પોતાની અંગત કારણોને આગળ ધરતા નાયબ મુખ્યપ્રધાનના પદ પરથી રાજીનામું આપ્યું. જ્યાર બાદ ફડણવીસે પણ મુખ્યપ્રધાનના પદ પરથી રાજીનામું આપ્યું જેને કારણે ભાજપના નેતૃત્વવાળી સરકાર પરાસ્ત થઈ.