નવી દિલ્હી: એર ઇન્ડિયામાં સિક્યુરિટી સ્ટાફના 50 વર્ષીય સભ્યને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ કર્મચારી દિલ્હીનો રહેવાસી છે. ડિસ્ટ્રિક્ટ પબ્લિક રિલેશન ઓફિસ લુધિયાના જણાવ્યા અનુસાર આ વ્યક્તિ 25 મેના રોજ ડોમેસ્ટિક ફ્લાઇટ દ્વારા દિલ્હીથી પરત આવ્યો હતો.
આ પહેલા મંગળવારે 24-વર્ષના પ્રવાસી ઈન્ડિગો 6E 381માં ચેન્નઈથી કોઈમ્બતુર જતો હતો ત્યારે તે કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી હવાઈમથક પર કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કોરોના વાઈરસથી પ્રેરિત લોકડાઉનને કારણે બે મહિનાના સસ્પેન્શન પછી આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સિવાય સોમવારથી દેશભરમાં ડોમેસ્ટિક ઉડાન કામગીરી ફરી શરૂ થઈ હતી. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ રવિવારે ઘોષણા કરી હતી કે "લાંબા દિવસની વાતચીત બાદ" ઘરેલુ ઉડાન આખા દેશમાં ફરી શરૂ થશે.
ઉલ્લેખનીય છે, નરેન્દ્ર મોદી સરકારે કોરોના પર કાબૂ મેળવવા લોકડાઉન લાગું કર્યું ત્યારથી ભારતમાં તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી હતી.