બેંગ્લુરૂઃ કોરોના વાઇરસ સંક્રમણથી ફેલાવાને અટકાવવા માટે લાગુ કરાયેલા લોકડાઉન વચ્ચે કુલ 326 વિભિન્ન દક્ષિણ ભારતીય રાજ્યોના નાગરિકોને લઇને લંડનથી એર ઇન્ડિયાની ફ્લાઇટ કર્ણાટક પહોંચી હતી.
એક અધિકારીએ જાણકારી આપી હતી કે, કેમ્પગોડા આંતારરાષ્ટ્રીય એરપોર્ટ પર લંડનથી 3 બાળકો સહિત 326 યાત્રીઓને લઇને એ-આઇ 1803 બોઇંગ- 777-377 (એઆર) વિમાન સવારે 4.41 કલાકે પહોંચ્યું હતું.
એરો- બ્રિજના માધ્યમથી વિમાનની બહાર આવેલા સ્વદેશ પરત ફરેલા યાત્રીઓનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બધા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા અને માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. અહીં તપાસ બાદ તેમની ટ્રાવેલ હિસ્ટ્રી, સ્વાસ્થય સ્થિતિ અને સંપર્ક માટે અન્ય વિવરણો વિશે જાણકારી આપી હતી.
આ ઉપરાંત વાત કરીએ તો ફ્લાઇટનું લેડિંગના લગભગ એક કલાક બાદ તમામ યાત્રીઓને વિશેષ બસના માધ્યમથી સ્ટાર હોટલ્સ માટે રવાના કરવામાં આવ્યા હતા. જ્યાં આ તમામ 14 દિવસો માટે ક્વોરન્ટાઇનમાં રહેશે. રાજ્યના ચિકિત્સા શિક્ષા પ્રધાન કે. સુધારકર યાત્રીઓની તપાસ દરમિયાન ઔપચારિક્તાઓ પૂરી કરવા માટે તેમનું માર્ગદર્શન કરવા માટે એરપોર્ટ પર હાજર રહ્યા હતા.
વિદેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ભારત સરકારના નિકાસ કાર્યક્રમ ‘વંદે ભારત મિશન’ના ભાગરૂપે બેંગ્લુરૂમાં એર ઇન્ડિયાની ત્રણ અન્ય ફ્લાઇટ લેન્ડ કરશે.