પર્સનલ લૉ બોર્ડે શનિવારે જાહરે થયેલા નિવેદનમાં કહ્યું હતું કે ' બાબરી મસ્જિદ કોઈ મંદિરને તોડીને બનાવવામાં આવી નથી. તેથી શરિયા કાયદા મુજબ આ જમીન કોઈને આપી શકાતી નથી અને કોઈને વેચી પણ શકાય નહી. શરિયા કાયદો અમને આની અનુમતિ નથી આપતો.'
ભારતીય મુસ્લિમ ફોર પીસ સંસ્થાના બેનર હેઠળ લખનૌમાં આયોજિત એક કાર્યક્રમમાં મુસ્લિમ બૌદ્ધિકોએ કહ્યું હતું કે "જો મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાંથી કેસ જીતી જાય તોય તેમણે આ જમીન હિન્દુઓને આપી દેવી જોઈએ.
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય રશીદ ફિરંગી મહલીએ કહ્યું હતું કે, બોર્ડ પોતાના ઈરાદા પર કાયમ છે, એમાં સમાધાનનો કોઈ અવકાશ નથી. અમે કોર્ટના ફેંસલાનું સન્માન કરીશું. પણ આપણી બાબરી મસ્જિદ, જે શહીદ થઈ છે તેને લઈ કોઈ કેમ નથી વિચારતું. અમારી મસ્જિદ શહીદ તો થઈ ઉપરાંત અમને જ કહેવામાં આવે છે કે જમીન પણ છોડી દો. આ એક અફસોસજનક બાબત છે.
આ ઉપરાંત મુસ્લિમ મહાનુભાવોએ કહ્યું હતું કે, અયોધ્યામાં સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડની 2.77 એકર જમીન હિન્દુઓને ભાટ સ્વરુપે આપવા સરકારને સોંપવી અને બીજી અન્ય જગ્યા મુસ્લિમોને મસ્જિદ બનાવવા માટે આપવા આવે.