નવી દિલ્હીઃ દેશભરમાં તેજીથી ફેલાઇ રહેલા કોરોના વાઇરસ વચ્ચે એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. દેશની અત્યાધુનિક ચિકિત્સકીય સંસ્થાન એમ્સમાં 25 જૂનથી ઓપીડી સુવિધાઓ ફરીથી શરુ થશે. લોકડાઉન દરમિયાન એમ્સમાં લગભગ 3 મહીના સુધી ઓપીડી સુવિધા બંધ રહી હતી.
ન્યૂ ઓપીડી બ્લોકમાં હશે ઓપીડી
લોકડાઉનમાં લગભગ ત્રણ મહીનાના બંધ બાદ 25 જૂનથી એમ્સની ઓપીડી સુવિધાઓ ફરીથી શરુ થવા જઇ રહી છે. જે હોસ્પિટલના ન્યૂ ઓપીડીમાં હશે. જેમાં ફોલો અપ દર્દીઓની સાથે જ સિમિત માત્રામાં નવા દર્દીઓને પણ તપાસવામાં આવશે. જે માટે બધા જ સંબંધિત વિભાગોએ પોતાની તૈયારીઓ શરુ કરી છે. પરંતુ આ બધી સુવિધાઓ માત્ર હોસ્પિટલમાં સવારે ચાલનારી ઓપીડી સુવિધાઓ માટે જ હશે. સંસ્થાનું કહેવું છે કે, સાંજના સમયે ચાલનારી ઓપીડી સેવા પણ બંધ કરવામાં આવશે.
પહેલા લેવી પડશે અપોઇમેન્ટ
એમ્સે મંગળવારે જાહેર કરેલા નિર્દેશોમાં કહ્યું છે કે, ઓપીડીમાં તપાસવા માટે દર્દીઓએ પહેલા અપોઇમેન્ટ લેવી પડશે. વિભાગની પાસે આ અધિકાર હશે કે, તે દર્દીઓને ફિઝિકલ ઓપીડીમાં બોલાવે છે અથવા ટેલીકંસલ્ટેશન દ્વારા જ તેમની તપાસ કરીને દવાઓ આપે છે. આ દરમિયાન જેટલા પણ દર્દીઓને અપોઇમેન્ટ આપવામાં આવશે, તેમના નામ અને ફોન નંબરની સાથે તેનો રેકોર્ડ પણ રાખવામાં આવશે.