ETV Bharat / bharat

હરિયાણા ચૂંટણી: મુદ્દાની ટક્કરમાં કોણ બાજી મારશે, પંજો કે કમળ ?

author img

By

Published : Oct 10, 2019, 2:11 PM IST

ચંડીગઢ: હરિયાણામાં હાલ વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. હાલમાં અહીં બંને મુખ્ય પાર્ટીઓ એકબીજાની આમને-સામને છે. બંને પાર્ટીઓ રાજ્યમાં અનેક રેલી અને જનસભાઓ ગજવી રહ્યા છે. આ તમામની વચ્ચે મહત્ત્વની વાત એ છે કે, આ બંને પાર્ટી ક્યા મુદ્દાને પ્રાધાન્ય આપશે.

latest haryana election news

કલમ 370 vs નબળી અર્થવ્યવસ્થા
ભાજપનું કહેવું છે કે, તેમણે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી છે. 70 વર્ષથી લોકોના મનમાં એક જ દ્વિધા હતી કે, જમ્મુ કાશ્મીર સંપૂર્ણ પણે ભારતમાં જોડાયેલું નથી.ત્રણ-ત્રણ પેઢી સુધી શાસન કરનારી સરકારની ક્યારેય હિમ્મત પણ નથી થઈ, એવું લાગે છે કે, દરેક ચૂંટણીમાં ભાજપ તેને મુદ્દા બનાવશે.

latest haryana election news
હરિયાણા ચૂંટણી

કોંગ્રેસ નબળી અર્થવ્યવસ્થાને લઈ કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યા છે.કોંગ્રેસ શરુઆત તેનાથી કરી છે કે, આવી નબળી અર્થવ્યવસ્થાથી 5 ટ્રિલિયનની ભારતીય અર્થવ્યવસ્થા કઈ રીતે બનશે, વડાપ્રધાનના આ વચનનું શું થશે ? કોંગ્રેસ આ મુદ્દાને લઈ ચૂંટણીમાં સભાઓ ગજવી રહી છે.

પારદર્શિતા vs બેરોજગારી
ભાજપનો દાવો છે કે, તેમણે પ્રદેશમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન, નોકરીઓ ટ્રાન્સફર વખતે પારદર્શિતા લાવવા માટે તેમણે કામ કર્યું છે. આ મુદ્દા ભાજપ ચૂંટણીમાં યુવાનોને આકર્ષવા અપનાવી શકે છે.

latest haryana election news
હરિયાણા ચૂંટણી

ભાજપ શાસિત હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં બેરોજગારી સૌથી વધું છે. ભાજપ શાસિત આ રાજ્યોમાં 31.2 ટકા બેરોજગારી દર છે. કોંગ્રેસ આ મુદ્દાઓને ચૂંટણીમાં લાવશે.કોંગ્રેસ સ્નાતકોત્તર યુવાનોને 10 હજાર અને સ્નાતક બેરોજગારને 7 હજાર રુપિયા આપવાની વાત કરે છે.

રાષ્ટ્રવાદ vs નબળો વિકાસ
હરિયાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપના સ્ટાર પ્રચારક અને નેતાઓ રેલીઓમાં રાષ્ટ્રવાદના મુદ્દાને હંમેશા આગળ ધરે છે. એર સ્ટ્રાઈક, દુનિયામાં ભારતની પ્રસિદ્ધિ, પાકિસ્તાનની નબળાઈ, યુએનમાં ભારતનો ડંકો જેવા શબ્દો સતત સંભળાયા કરે છે.

latest haryana election news
હરિયાણા ચૂંટણી

જ્યારે કોંગ્રેસ હરિયાણામાં હુડ્ડા સરકાર અને મનોહર લાલ ખટ્ટર સરકારના 5 વર્ષની તુલના કરશે. પ્રદેશમાં નવી યુનિવર્સિટીઓ તથા ફેક્ટરીઓ નહીં લગાવવાનો મુદ્દો પણ ઉઠાવશે.

ટ્રિપલ તલાક vs મહિલા સુરક્ષા
ભાજપે કેન્દ્રમાં ટ્રિપલ તલાકના મુદ્દો જોરજોશથી ઉઠાવ્યો હતો. હરિયાણામાં મુસ્લિમ બહુમતી વાળા વિસ્તારમાં આ મુદ્દાને સારી રીતે ઉપયોગમાં લેશે. મુસ્લિમ મહિલાઓના મત માટે ભાજપ આ મુદ્દાને આગળ ધરશે.

latest haryana election news
હરિયાણા ચૂંટણી

જ્યારે કોંગ્રેસ મહિલાઓ સાથે બનતી અપરાધિક ઘટનાઓને લઈ પ્રહારો કરશે. કોંગ્રેસ આ મુદ્દાને લઈ ભાજપનો ચોતરફા ઘેરાવ કરી શકે છે.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.