શ્રીનગરઃ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, કેન્દ્ર સરકારનું પણ માનવુ છે કે જમ્મુ કાશ્મીરમાં રાજકીય પ્રવૃત્તિ શરૂ થવી જોઈએ. આવી સ્થિતિમાં સ્થાનિક નેતાઓને મુક્ત કરવા તે એક સકારાત્મક પગલું છે. તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરના નેતાઓને મુક્ત કરવા જરૂરી છે. જેથી સ્થાનિક લોકોના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે.
આ પહેલા ગુરુવારે તેમણે તેમના નિવાસસ્થાને એક બેઠક બોલાવી હતી. જેમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અલી મોહમ્મદ સાગર, અબ્દુલ રહીમ રાથર, મોહમ્મદ શફી ઉરી સહિત કેટલાય અન્ય નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
બેઠક બાદ પૂર્વ મુખ્યપ્રધાને કહ્યું કે, અમારી બેઠકનો ઉદ્દેશ્ય એ જોવાનો હતો કે, શું અમારા લોકો જે 12 મહીનાથી ઘરમાં બંધ છે, તેઓ પોતાના ઘરેથી બહાર આવી શકે છે. કારણ કે, સરકારે કહ્યું છે કે તેઓ બંધ છે.
તેમણે કહ્યું કે લોકો આજે સૌથી દયનીય હાલતમાં છે. વ્યવસ્થાય થપ થઇ ગયો છે, પર્યટન બરબાદ થઇ ગયું છે.
5 ઓગસ્ટ 2019 પછી આ પહેલો મોકો છે, જ્યારે જમ્મુ કાશ્મીરની રાજકીય પાર્ટીની બેઠક થઇ હોય.