એક દિવસના પ્રવાસમાં PM મોદી ભારત સાથેના સંબંધો સારા બનાવવાના પ્રયત્નો સાથે ચીનને કડક શબ્દોમાં જવાબ આપશે. ભારત માલદીવ સાથેની મિત્રતા વધુ મજબૂત કરી ચીન પર નજર રાખવાની નીતિ હોવાનું સૂત્રો દ્વારા સામે આવ્યું છે.
માલદીવના ભારત સાથે સંબંધ વણસ્યા બાદ ચીને માલદીવમાં કરોડો રૂપિયાનું ઇનવેસ્ટમેન્ટ તેની નજીક આવી રહ્યું છે, પરંતુ ભારત ક્યારેય નથી ઇચ્છતું કે, ચીન માલદીવની નજીક પહોંચે. જ્યારે માલદીવના દક્ષિણ એશિયા અને હિન્દ મહાસાગરમાં જે સ્ટ્રેટજિક લોકેશન છે તે ભારત માટે ખૂબ મહત્વના ગણવામાં આવે છે. માલદીવમાં ચીન ઘણા વર્ષોથી આંતરકીય માળખા સેક્ટરમાં ભારે રોકાણ કર્યુ છે. જ્યારે લક્ષદ્રીપ માલદીવથી ફક્ત 700 કિલોમીટર અંતરે છે તેથી ભારત નથી ઇચ્છતુ વિશ્વના મંચ પર પોતાનો પ્રતિસ્પર્ધી ચીન તેની નજીક આવે. જેથી ભારતે માલદીવ સાથે દોસ્તી વધારવા પાડોશી નિતિ અપનાવી છે.
માલદીવ સાથેના સંબઘો સુધારવા માટે ભારતે સોફ્ટ કોર્નર પણ અપનાવ્યું છે. જેથી બોલીવુડની ઘણી ફિલ્મોનુ શુટીંગ પણ અહીંયા થઇ રહ્યુ છે. જ્યારે ભારત માલદીવને ક્રિકેટ શિખવવાની પણ જવાબદારી લીધી છે. વિદેશમંત્રાલય દ્વારા BCCI સાથે મળીને માલદીવના ક્રિકેટરોને ટ્રેનિંગ આપવાની યોજનાઓ શરૂ કરવામાં આવી છે અને ભારત માલદીવમાં એક સ્ટેડિયમ પણ બનાવશે.