છત્તીસગઢ: કરંટ લાગવાના કારણે હાથીનું મોત થતાં પાંચ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાયગઢ જિલ્લાના ધરમજયગઢ વનવિભાગના ગેરસા ગામમાં કરંટ લાગવાના કારણે હાથીના મોતના કેસમાં બે આરોપી ખેડૂતો અને વીજ વિભાગના ત્રણ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
જ્યારે મુખ્ય વનસંરક્ષક રાકેશ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, ધરમજયગઢ વનવિભાગના ગેરસા બીટમાં એક હાથીનું વીજ કરંટ લાગવાથી મોત થયું છે. આ બાબતની જાણકારી મળતાં વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, ત્યારે તેમને જાણવા મળ્યું કે, ખેડૂત ભાદોરામ અને અન્ય ખેડૂત દ્વારા પંપ માટે ઇલેક્ટ્રિક પોલમાંથી ગેરકાયદેસર રીતે વાયર ખેંચવામાં આવ્યો હતો. જેના કારણે હાથીનું મોત થયું હતું.