વાયુસેનાના બે અધિકારીઓ વિરુદ્ધ કોર્ટ માર્શલ સિવાય ચાર અન્ય અધિકારીઓ વિરુદ્ધ પ્રશાસનિક કાર્યવાહી કરવામાં આવશે. જેમાં બે એર કોમોડોર્સ અને બે ફ્લાઇટ લેફ્ટનન્ટ સામેલ છે.
સંરક્ષણ સૂત્રોના જણાવ્યાં અનુસાર બે અધિકારીઓ વિરુદ્ધ કોર્ટ માર્શલ કરવામાં આવશે. જેમાં એક ગ્રુપ કેપ્ટન અને એક વિંગ કમાન્ડરનો સમાવેશ થાય છે. આ અધિકારીઓએ પોતાની ભૂમિકા નિભાવવામાં ખામી રાખી હોવાથી વાયુસેનાના છ અધિકારીઓ માર્યા ગયા હતા.
જણાવી દઈએ કે, ભારતીય વાયુસેનાએ ગત્ 26 ફેબ્રુઆરીએ બાલાકોટ એર સ્ટ્રાઈકની હવાઈ હુમલાની સિવિલ કાર્યવાહી કરી હતી. ત્યારબાદ 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાને જવાબી કાર્યવાહી કરી હતી.
આ દરમિયાન શ્રીનગરના વડગામમાં ભારતીય વાયુસેનાના MI-17 ચોપર ક્રેશ થઈ ગયુ હતું અને તેમાં સવાર તમામ લોકોના મોત થઈ ગયા હતા. જેની તપાસમાં બહાર આવ્યું હતું કે, શ્રીનગરમાં તૈનાત ભારતની એર ડિફેન્સ સિસ્ટમ SPYDERની મિસાઇલ લાગવાથી MI-17 ચોપર ક્રેશ થયું હતું. આ દુર્ઘટના બાદ એરફોર્સના 6 કર્મચારી અને જમીન પર ઊભેલ એક સામાન્ય નાગરિકનું પણ મૃત્યુ થઈ ગયુ હતું.
ઉલ્લેખનીય છે કે, એરફોર્સના ચીફ આર.કે.એસ. ભદૌરિયાએ 4 ઓક્ટોબરે કહ્યું હતું કે, પોતાના જ ચોપરની હત્યા કરવી ભારતીય વાયુસેનાની મોટી ભૂલ હતી. જેમાં કોર્ટની ઓફ ઈન્કવાયરી પૂર્ણ થઈ ગઈ છે.
MI-17 હેલિકોપ્ટર સ્ક્વાડ્રન લીડર સિદ્ધાર્થ વશિષ્ઠ ઉડાવી રહ્યા હતા. આ હેલિકોપ્ટરમાં એરફોર્સના અન્ય પાંચ જવાન પણ સવાર હતા. જેમાં સ્ક્વાડ્રન લીડર નિનાદ માંડવગણે, કુમાર પાંડે, સાર્જેન્ટ વિક્રાંત શેહરાવત, કોર્પોરલ દિપક પાંડે અને પંકજ કુમાર સામેલ હતા.