મળતી માહિતી મુજબ આ ઘટના સોમવારે સવારે બની હતી. ગાલાઘાટ તરફથી ડિબ્રુગઢ જઈ રહેલી બસ વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી મીનીબસ સાથે અથડાઈ હતી. બંને બસ વચ્ચે એટલો ગંભીર અકસ્માત થયો હતો કે, બંને બસ અથડાતાં રસ્તા બાજુની ખાઈમાં ખાબકી હતી. જેમાં 10 લોકોના મોત થયા છે.
જોકે ઘાયલ તમામ લોકોને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.