ભીલાવાડા (રાજસ્થાન): કોરોના વાઈરસની મહામારીનો સામનો કરી રહેલા વેપારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. તો બીજી તરફ સામાન્ય લોકો માટે પણ વધારે આવેલું વીજળીનું બીલ માથાનો દુઃખાવો બન્યું છે.
લગભગ 76 દિવસ સુધી બંધ રહેલી દુકાનોના વીજળીના બીલની ચૂકવણી અને સામાન્ય લોકોની બિલની સમસ્યા અંગે અખિલ ભારતીય પરિષદના વિદ્યાર્થીઓએ સિક્યોર મીટર્સ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
વિદ્યાર્થીઓએ પોતાનું લોહી એક થાળીમાં ભરીને અધિકારીઓને પીવાનો આગ્રહ કર્યો હતો. તેમનું કહેવું છે કે, અધિકારીઓ આમ પણ દુકાનદારો અને સામાન્ય લોકોનું લોહી ચૂસી રહ્યાં છે. એટલે અમે સામેથી જ તેમને અમારું લોહી પીવાનો આગ્રહ કરી રહ્યાં છે.
સમયની સાથે આ પ્રદર્શને ઉગ્ર સ્વરૂપ લીધું હતું. જેની જાણ સીટી કોતવાલી પ્રતાપ નગરના પોલીસ સ્ટેશનને થતાં પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિભાગના સહ સંયોજક શંકર ગુર્જરે કહ્યું હતું કે, “કોરોના કર્ફ્યૂ દરમિયાન દુકાનોના બિલ સિક્યોર મીટર્સ કંપનીએ વીજળીના બિલ જૂના હિસાબ સાથે મેળવીને મોકલ્યું છે. પરંતુ વેપારીઓએ કોરોના કર્ફ્યૂમાં પોતાનો ધંધો બંધ રાખ્યો હોવાથી આર્થિક રીતે પડી ભાંગ્યા છે. એવામાં કંપનીએ મોકલેલલું બિલ તેમના માટે બોજારૂપ સાબિત થયું છે. એટલે અમે અહીં અમારૂં લોગી કાઢીને લઈ આવ્યા છે. જેથી અધિકારીઓ સામાન્ય લોકોને હેરાન કરવાનું બંધ કરે.”
ABVP સહિત વેપારીઓએ હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને વીજ કંપનીને બિલમાં છૂટ આપવની માગ કરી છે અને જો ટૂંક સમયમાં સિક્યોર વીજ કંપની તેમની આ માગ પૂરી નહીં કરે તો તેમણે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.