મનીષ સિસોદીયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, અમે દિલ્હીમાં પોતાના દમ પર ચૂંટણી લડી રહ્યા છીએ. અમે હજુ પણ કોંગ્રેસને ઓફર આપીએ છીએ. અમે મોદીને દિલ્હીમાં હરાવી દઈશું, પણ હરિયાણામાં કોંગ્રેસ નહીં હરાવી શકે, ચંડીગઢમાં પણ નહીં હરાવી શકે. જો મોદી-અમિત શાહની જોડીને હરાવવી હોય તો અમે સીટોની વહેચણી કરવા માટે તૈયાર છીએ.
મનીષ સિસોદીયા વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસને ગઠબંધન કરવું હોય તો કરે અમે તો આગળ વધતા રહીશું. કોંગ્રેસ હજુ પણ કોઈ નિર્ણય લઈ શકતું નથી.
આપને જણાવી દઈએ કે, 15 એપ્રિલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગઠબંધનને લઈ એક ટ્વીટ કર્યું હતું ત્યાર બાદથી આ ખબર પર વધારે ચર્ચાઓ શરૂ થઈ હતી.
કોંગ્રેસે ગઠબંધન માટે ના પાડી રહ્યું છે
પ્રાપ્ત વિગતો મુજબ દિલ્હી પ્રભારીનું નિવેદન આવ્યું છે કે, કોંગ્રેસ કોઈ જાતનું ગઠબંધન કરવાનું નથી. રાહુલ ગાંધીને આ અંગે રિપોર્ટ આપ્યો છે. આજે સાત સીટ પર ઉમેદવારો નક્કી થઈ જશે.