ETV Bharat / bharat

ગૃહકાર્ય કરતી મહિલા પર મારપીટ મુદ્દે AAP ધારાસભ્યોએ કર્યા દિલ્હી પોલીસ પર આક્ષેપ

એક મહિલા સાથે તેના માલિક દ્વારા મારપીટ અને દિલ્હી પોલીસ દ્વારા આ મામલે તપાસમાં ભીનું સંકેલવાનો પ્રયાસ કરાતા આમ આદમી પાર્ટીએ દિલ્હી પોલીસ, એઇમ્સ અને કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે.

ગૃહકાર્ય કરતી મહિલા પર મારપીટ મુદ્દે આપ ધારાસભ્યોએ કર્યા દિલ્હી પોલીસ પર આક્ષેપ

author img

By

Published : Jul 19, 2020, 10:56 PM IST

નવી દિલ્હીઃ માલવિયનગરમાં રહેતી સપના નામની મહિલા રજનીશ સિંહ નામના એક વ્યક્તિને ત્યાં કામ કરતી હતી. લોકડાઉન બાદ જ્યારે આ મહિલા તેની પાસે કામના પૈસા માંગવા ગઇ ત્યારે તેની સાથે માલિકે મારપીટ કરી હોવાનો આ મહિલાએ આરોપ મૂક્યો છે. મારપીટ બાદ ગંભીર ઇજા થવાને કારણે આ મહિલા પોલીસ સ્ટેશન જઇ શકી ન હતી આથી તેણી પોલીસને ફોન કરતા પોલીસે પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી ન હતી.

રવિવારે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહના નિવાસ સ્થાને એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ મહિલાની હાજરીમાં સંજયસિંહ અને ધારાસભ્ય સોમનાથ ભારતી એ ગંભીર સવાલો ઉભા કર્યા હતા. આ ઘટનામાં માનવીય હકોનું ઉલ્લંઘન થયું છે તેમજ મહિલાને હોસ્પિટલમાં પણ સારવાર આપવામાં આવી નથી તેવા તેમણે આક્ષેપો કર્યા હતા.

આ મહિલાને તેના વિસ્તારની હોસ્પિટલમાં સારવાર ન મળતા તેને સફદરજંગ વિસ્તારની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ ત્યાં એમએલસી તેમજ અન્ય કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નહી.

ધારાસભ્ય સોમનાથ ભારતીએ જણાવ્યું હતું કે તેમના હસ્તક્ષેપ બાદ DCP એ કેસ તો નોંધ્યો પરંતુ વિગતોમાં સામાન્ય ઇજા પહોંચી હોવાની નોંધ કરી અને ધારા 308ને બદલે 289 લગાવી મામલો દબાવવાનો પ્રયાસ કર્યો. આના પરથી એવું ફલિત થઇ રહ્યું છે જાણે દિલ્હી પોલીસ માટે કાયદો બદલવો રમતવાત છે.

ઉપરાંત એઇમ્સ દ્વારા પણ બે અલગ અલગ રિપોર્ટ બનાવવા મુદ્દે કેસના આરોપીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના તેમણે આક્ષેપ કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.