ETV Bharat / bharat

રાજસ્થાનના ઝાલાવાડમાં ટીબીનો દર્દી ઓક્સિજન લઈ સ્ટ્રેચર પર બહાર ફરતો જોવા મળ્યો - Zalavad city news

રાજસ્થાનના ઝાલાવાડ શહેરમાં ચોંવકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ટીબીનો એક દર્દી પૈસા માટે ઓક્સિજન સિલિન્ડર લઈને સ્ટ્રેચર પર ફરતો જોવા મળ્યો હતો. આ દ્રશ્યથી હોસ્પિટલ વહીવટી તંત્રની ખામીઓ બહાર આવી હતી.

ઝાલાવાડમાં ટીબીનો દર્દી સ્ટ્રેચર પર બહાર નીકળ્યો

author img

By

Published : May 31, 2020, 5:47 PM IST

ઝાલાવાડ: ભારતની સરકારી હોસ્પિટલની વ્યવસ્થાથી કોઈ લોકો અજાણ નથી. પરંતુ આજે ઝાલાવાડ શહેરના રસ્તા પર જે ઘટના જોવા મળી, તેનાથી હોસ્પિટલ વહીવટી તંત્રની ખામીઓ બહાર આવી હતી.

ઝાલાવાડમાં ટીબીનો દર્દી સ્ટ્રેચર પર બહાર નીકળ્યો
ઝાલાવાડમાં ટીબીનો દર્દી સ્ટ્રેચર પર બહાર નીકળ્યો
ઝાલાવાડની SRG હોસ્પિટલનાં ટીબી વૉર્ડમાં દાખલ થયેલો એક દર્દી પૈસા લેવા માટે હોસ્પિટલથી દુર દોઢ કિલોમીટર મંગલપુર પહોંચ્યો હતો. દર્દીના નાકમાં ઓક્સિજન લાગેલું હોવા છતાં સ્ટ્રેચરમાં બેસી શહેરમાં ગયો હતો. આ ઘટનાથી હોસ્પિટલ તંત્ર સામે ઘણા સવાલો ઉભા થાય છે.8 મહિનાથી ટીબીના વોર્ડમાં દાખલ દિનેશ નામના આ દર્દીની કોઈ ડોક્ટર કે નર્સને ખબર પણ ન હતી. સુરક્ષા ગાર્ડ પણ અજાણ હતો. જેના કારણે દર્દીને પૈસા માટે શહેરમાં આવવું પડ્યું હતું. જેના હાથમાં સ્ટેટ બેંકની ડાયરી હતી. પરંતુ ત્યાં ઉભેલા પોલીસ કર્મચારી રવિ દુબે તેમજ ચેતન શર્માએ દર્દીની હાલત જોઈ તેને પૈસા આપી મદદ કરી હતી અને તેને હોસ્પિટલ પરત લઈ ગયા હતા.દિનેશે જણાવ્યું હતું કે, તે છેલ્લા આઠ મહિનાથી હોસ્પિટલમાં દાખલ છે ત્યારે પૈસાની જરૂર પડતા હોસ્પિટલમાં કોઈ વ્યવસ્થા નહોતી તેથી તે જાતે બહાર સ્ટ્રેચર લઈને બહાર ગયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.