રાજસ્થાન: સલગામ નજીકના જંગલમાં એક યુવક ઝાડ પર લટકી રહ્યો છે. તેવી જાણકારી મળતાં દેલવાડા પોલીસ ચોકીના ઇન્ચાર્જ નરપતસિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમજ ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને કરી હતી. તેના પર માઉન્ટ આબુ પોલીસ અધિકારી અચલસિંઘ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં હાજર લોકો પાસે મૃતકની ઓળખ કરાવી હતી.
જેમાં મૃતક સ્થાનિક રહેવાસી 38 વર્ષ જાલમસિંહ હોવાનું બહાર આવ્યું હતું. જે બાદમાં પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. પરિવારજનોને પહોંચતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. તેમજ પોલીસે તેના પરિવારની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, યુવકના લગ્ન ન થવાથી માનસિક રીતે અસ્વસ્થ હતો.